Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શાહરુખ ખાન મને આજે પણ બેબી કહીને જ બોલાવે છે

શાહરુખ ખાન મને આજે પણ બેબી કહીને જ બોલાવે છે

Published : 11 February, 2026 11:36 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાની મુખરજીએ શૅર કર્યો ત્રીસ વર્ષની કરીઅરમાં ખાન સુપરસ્ટાર્સ સાથે કામ કરવાનો અનુભવ

રાની મુખરજી

રાની મુખરજી


રાની મુખરજીએ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ૩૦ વર્ષ પૂરાં કર્યાં છે. આ લાંબી કરીઅરમાં તેણે શાહરુખ ખાન, આમિર ખાન અને સલમાન ખાન એમ ત્રણેય ખાન સુપરસ્ટાર્સ સાથે કામ કર્યું છે. હાલમાં રાનીએ આ ત્રણેય સુપરસ્ટાર્સ સાથે કામ કરવાનો અનુભવ શૅર કર્યો છે.

આમિર ખાનની ટૅલન્ટથી પ્રભાવિત



રાનીએ આમિર સાથેનો પોતાનો અનુભવ શૅર કરતાં કહ્યું હતું કે ‘મને જ્યારે ‘ગુલામ’ માટે સાઇન કરવામાં આવી ત્યારે પહેલાં તો હું ભારે સરપ્રાઇઝ થઈ હતી. આમિરના દરેક શૉટ પ્રત્યેના ડેડિકેશન, સંવેદનશીલતા, ગંભીરતા અને પર્ફોર્મન્સમાં ડૂબી જવાની આવડતથી હું બહુ પ્રભાવિત થઈ હતી. ‘ગુલામ’ મારી કરીઅરના શરૂઆતના દિવસોમાં કરી હતી અને એ સમય દરમ્યાન હું આમિર પાસેથી ઘણું શીખી છું.’


શાહરુખ ખાન આજે પણ કહે છે ‘બેબી’

રાનીએ શાહરુખ ખાન સાથે ‘કુછ કુછ હોતા હૈ’ અને ‘ચલતે ચલતે’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. શાહરુખના સ્વભાવ વિશે વાત કરતાં રાનીએ કહ્યું હતું કે ‘શાહરુખની સૌથી યાદગાર બાબત તેનો ઉષ્માભર્યો સ્વભાવ છે. શાહરુખ સૉફ્ટ અને સંવેદનશીલ ઊર્જા સાથે સેટ પર આવે છે. મેં જ્યારે તેની સાથે પહેલી વખત કામ કર્યું ત્યારે હું માત્ર ૧૮ વર્ષની હતી અને આજે પણ શાહરુખ મને ‘બેબી’ કહીને જ બોલાવે છે. આમિરની જેમ શાહરુખ પણ પોતાનો બેસ્ટ શૉટ આપવા પર સંપૂર્ણ ફોકસ રાખે છે અને સેટ પર મારા માટે ટીચર બની જાય છે.’


સલમાન ખાનની છે અલગ સ્ટાઇલ

સલમાન ખાન અને રાનીએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. સલમાન સાથે કામ કરવાનો અનુભવ જણાવતાં રાનીએ કહ્યું હતું કે ‘સલમાનનું ક્રાફ્ટ પ્રત્યેનું ડેડિકેશન બિલકુલ અલગ પ્રકારનું છે. તે સ્વૅગ અને બિન્દાસ ઍટિટ્યુડ સાથે સેટ પર આવે છે. એવું લાગે કે તે હાજર નથી, પરંતુ હકીકતમાં તે સંપૂર્ણ રીતે પ્રેઝન્ટ રહે છે. સલમાન એટલો ગુડ-લુકિંગ છે કે સેટ પર આવતાં જ બધાની નજર તેના તરફ ખેંચાઈ જાય છે. તે કામને બહુ કૅઝ્યુઅલ રીતે લે છે, પરંતુ અત્યંત મહેનત કરે છે. ઘણા લોકો આને ઓળખી શકતા નથી, કારણ કે તે કોઈને પોતાના ઝોનમાં આવવા દેતો નથી. તે સતત સીન વિશે ચર્ચા કરતો રહે છે અને કંઈક નવું અજમાવતો રહે છે.’

Whatsapp-channel Whatsapp-channel

11 February, 2026 11:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK