રણબીર કપૂરની ‘શમશેરા’નું પોસ્ટર લીક થઈ ગયું છે. યશરાજ ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી આ ફિલ્મને કરણ મલ્હોત્રાએ ડિરેક્ટ કરી છે.

ફિલ્મ પોસ્ટર
રણબીર કપૂરની ‘શમશેરા’નું પોસ્ટર લીક થઈ ગયું છે. યશરાજ ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી આ ફિલ્મને કરણ મલ્હોત્રાએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મને ૨૨ જુલાઈ રિલીઝ કરવામાં આવી રહી છે. ‘સંજુ’ રિલીઝ થયાનાં ચાર વર્ષ બાદ રણબીર કપૂર ફરી સ્ક્રીન પર આવી રહ્યો છે.
‘શમશેરા’ રિલીઝ થયા બાદ તેની ‘બ્રહ્માસ્ત્ર’ પણ રિલીઝ થવાની છે. યશરાજ ફિલ્મ્સ દ્વારા આગામી અઠવાડિયાથી ‘શમશેરા’નું પ્રમોશન શરૂ થવાનું હતું. જોકે એ પહેલાં જ એનું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે.
આ વિશે યશરાજ ફિલ્મ્સના સ્પોક્સપર્સને કહ્યું કે ‘અમે આ પરિસ્થિતિને મૉનિટર કરવાની કોશિશ કરી રહ્યા છીએ. પોસ્ટર લીક થયું છે, જે નહોતું થવું જોઈતું હતું. ચાર વર્ષ બાદ રણબીર મોટી સ્ક્રીન પર આવી રહ્યો છે. લોકો ટ્રેલર જુએ ત્યાં સુધી અમે રણબીરના લુકને ગાર્ડ કરવા માગતા હતા, કારણ કે અમને લાગતું હતું કે તેનો લુક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે.
અમે હવે ટ્રેલર લૉન્ચ સુધીના દરેક પ્લાન પર ફરી એક નજર નાખી રહ્યા છીએ. આગામી બે દિવસમાં અમે નવા પ્લાન સાથે આવીશું.’