Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘બ્રહ્માસ્ત્ર’ના બજેટને લઈને ચોખવટ કરી રણબીરે

‘બ્રહ્માસ્ત્ર’ના બજેટને લઈને ચોખવટ કરી રણબીરે

20 September, 2022 03:50 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘બ્રહ્માસ્ત્ર પાર્ટ 1 શિવા’ના હિન્દી વર્ઝને રિલીઝના ૧૦ દિવસમાં ૨૦૮ કરોડ રૂપિયાનું કલેક્શન મેળવી લીધું છે

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ


‘બ્રહ્માસ્ત્ર પાર્ટ 1 શિવા’ના બજેટને લઈને રણબીર કપૂરે સ્પષ્ટતા કરી છે. ફિલ્મના બજેટ અને એની સરખામણીએ ફિલ્મને મળેલા કલેક્શનને લઈને ખાસ્સી ચર્ચા ચાલી રહી છે. એ વિશે ચોખવટ કરતાં રણબીરે કહ્યું કે ‘હાલમાં અમે એવું ઘણુંબધું વાંચીએ છીએ જેમાં લોકો ફિલ્મના બજેટ વિશે ચર્ચા કરી રહ્યા છે. ફિલ્મનું બજેટ આટલું છે અને કલેક્શન આટલું થયું છે એ વિશે લોકો વાતો 
કરે છે. તમને જણાવી દઉં કે ‘બ્રહ્માસ્ત્ર’ એક અનોખી ફિલ્મ છે અને એનું બજેટ માત્ર એક ફિલ્મ પૂરતું નથી, પરંતુ ટ્રિલજીનું છે. આ ફિલ્મ માટે જે ઍસેટ્સ અમે ઊભી કરી છે એ ઉદાહરણ તરીકે વિઝ્‍યુઅલ ઇફેક્ટ્સ અથવા તો સુપરપાવર્સની ઇફેક્ટ્સનો અમે અન્ય ફિલ્મોમાં પણ ઉપયોગ કરવાના છીએ. એથી ૧૦૦ કે ૨૦૦ રૂપિયા હોય, આંકડા જે કહેવામાં આવી રહ્યા છે એ વાત તદ્દન ખોટી છે.’

૧૦ દિવસમાં ‘બ્રહ્માસ્ત્ર’ના હિન્દી વર્ઝને મારી ડબલ સેન્ચુરી



‘બ્રહ્માસ્ત્ર પાર્ટ 1 શિવા’ના હિન્દી વર્ઝને રિલીઝના ૧૦ દિવસમાં ૨૦૮ કરોડ રૂપિયાનું કલેક્શન મેળવી લીધું છે. ૯ સપ્ટેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન અને નાગાર્જુન લીડ રોલમાં છે. ફિલ્મને આયાન મુખરજીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મના કલેક્શન પર નજર નાખીએ તો શુક્રવારે ૩૬ કરોડ, શનિવારે ૪૧.૫૦ કરોડ રૂપિયા, રવિવારે ૪૩.૨૫ કરોડ રૂપિયા, સોમવારે ૧૬ કરોડ રૂપિયા, મંગળવારે ૧૨.૫૦ કરોડ, બુધવારે ૧૦.૫૦ કરોડ, ગુરુવારે ૯ કરોડ, શુક્રવારે ૯.૨૫ કરોડ રૂપિયા, શનિવારે ૧૪.૫૦ કરોડ રૂપિયા અને રવિવારે ૧૫.૫૦ કરોડની સાથે કુલ મળીને ૨૦૮ કરોડ રૂપિયાનો વકરો કર્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

20 September, 2022 03:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK