‘લવ ઍન્ડ વૉર’ની રિલીઝ પાછળ ખેંચાતાં દિવાળીના સમયગાળામાં રિલીઝ થનારી રણબીરની બીજી ફિલ્મ ‘રામાયણ’ની ટીમ ટેન્શનમાં છે
‘રામાયણ’ના શૂટિંગની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ હતી
રણબીર કપૂરની ‘લવ ઍન્ડ વૉર’ની રિલીઝ પાછળ ખેંચાતાં દિવાળીના સમયગાળામાં રિલીઝ થનારી રણબીરની બીજી ફિલ્મ ‘રામાયણ’ની ટીમ ટેન્શનમાં છે, કારણ કે ‘લવ ઍન્ડ વૉર’ના વિલંબથી બન્ને ફિલ્મો વચ્ચેનો ૬ મહિનાનો ગૅપ ઘટી રહ્યો છે. આમ રણબીરની બે ફિલ્મ બહુ ઓછા સમયગાળામાં રિલીઝ થવાથી તેની બીજી ફિલ્મ ‘રામાયણ’ના બજેટની વસૂલાત પર અસર પડી શકે છે.
મળતી માહિતી પ્રમાણે હાલમાં ‘લવ ઍન્ડ વૉર’માં પૅચવર્ક, VFX, કેટલાક સીન અને ગીતોના ભાગોનું શૂટિંગ બાકી છે. ટીમ ટૂંક સમયમાં શૂટિંગ ફરી શરૂ કરશે અને માર્ચ સુધીમાં એેને આટોપી લેવાનું પ્લાનિંગ છે. પહેલાં આ ફિલ્મ ઈદ દરમ્યાન રિલીઝ કરવાનું પ્લાનિંગ હતું પણ શૂટિંગ લંબાતાં હવે ઑગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં રિલીઝ થવાની શક્યતા છે. વળી આ વિલંબથી ફિલ્મનું બજેટ વધ્યું છે.


