કરણ જોહરે જણાવ્યું કે રણબીર કપૂર પાસે કોઈ પીઆર કે મૅનેજર નથી અને તે જાતે જ પોતાની ડેટ્સ મૅનેજ કરે છે. પોતાનું શેડ્યુલ તે મોબાઇલ ફોનમાં રાખે છે.

રણબીર કપૂર
કરણ જોહરે જણાવ્યું કે રણબીર કપૂર પાસે કોઈ પીઆર કે મૅનેજર નથી અને તે જાતે જ પોતાની ડેટ્સ મૅનેજ કરે છે. પોતાનું શેડ્યુલ તે મોબાઇલ ફોનમાં રાખે છે. તેના પ્લાનિંગનું લિસ્ટ તેના ફોનમાં જાળવી રાખે છે. રણબીર ‘ઍનિમલ’માં અનિલ કપૂર અને રશ્મિકા મંદાના સાથે દેખાવાનો છે. રણબીરની પ્રશંસા કરતાં કરણ જોહરે કહ્યું કે ‘તે એક સમયે એક જ ફિલ્મ કરે છે. પોતાની ડેટ્સ પોતે જ હૅન્ડલ કરે છે. તે કોઈ પીઆર કે મૅનેજર નથી રાખતો. તેની આસપાસ કોઈ નથી હોતું. તે જાતે જ બધું કામ કરે છે. તમે તેને ડેટ્સ વિશે પૂછશો તો તે પોતાના ફોનમાં જોઈને ડેટ્સ જણાવશે. તેને પોતાના શેડ્યુલ અને પ્લાનિંગની પૂરી માહિતી હોય છે. તે ક્યારે રજા લેવાનો છે અને કયારે હૉલિડે પર છે એની પણ તેને જાણ હોય છે. તે કદી ઢોંગ નથી કરતો. તે રિલૅક્સ વ્યક્તિ છે. તે ધૈર્ય ધરાવનાર વ્યક્તિ છે. તમે તેને ૧૪ કલાક સેટ પર રાહ જોવડાવશો તો પણ તે એક શબ્દ નહીં બોલે.’