પ્રિયંકા ચોપડા જોનસે હૉલીવુડમાં જે રીતે સફળતા મેળવી છે અને ગ્લોબલી જે પ્રકારે પૉપ્યુલર થઈ છે એની કરણ જોહરે પ્રશંસા કરી છે

ફાઇલ તસવીર
પ્રિયંકા ચોપડા જોનસે હૉલીવુડમાં જે રીતે સફળતા મેળવી છે અને ગ્લોબલી જે પ્રકારે પૉપ્યુલર થઈ છે એની કરણ જોહરે પ્રશંસા કરી છે. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રિયંકા તરફ દુર્લક્ષ કરવામાં આવતું હતું અને તેને કામ પણ નહોતું મળતું. એથી તેણે બૉલીવુડમાંથી હૉલીવુડ તરફ છલાંગ લગાવી હતી. એ દરમ્યાન તેની મુલાકાત અમેરિકન સિંગર અને ઍક્ટર નિક જોનસ સાથે થઈ હતી. તેમની વચ્ચે નિકટતા વધતાં બન્નેએ હિન્દુ અને ક્રિશ્ચન ધર્મ પ્રમાણે લગ્ન કર્યાં હતાં. આજે તે બન્નેને એક દીકરી પણ છે. પ્રિયંકાની સફળતાની પ્રશંસા કરતાં કરણ જોહરે કહ્યું કે ‘તે મજબૂતાઈથી સતત આગળ વધી અને પોતાની શરતો પ્રમાણે તેણે જે સફળતા મેળવી છે, દરેક પ્લૅટફૉર્મ પર તે હંમેશાં કમાલની રહી છે. જે બાબત માટે તે સ્ટૅન્ડ લે છે અને પ્રતિનિધિત્વ કરે છે એ બધું ખૂબ અદ્ભુત રહ્યું છે.’