આ મુલાકાતો દર્શાવે છે કે હાલમાં ‘લવ ઍન્ડ વૉર’ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
સંજય લીલા ભણસાલી
છેલ્લા કેટલાંક અઠવાડિયાંથી રણબીર કપૂર વારંવાર સંજય લીલા ભણસાલીની ઑફિસ જતો જોવા મળ્યો છે. બુધવારે રાત્રે પણ રણબીર અને આલિયા ભટ્ટ બન્ને સંજય લીલા ભણસાલીની ઑફિસમાં ખાસ મીટિંગ માટે પહોંચ્યાં હતાં. તેમની આ મુલાકાતો દર્શાવે છે કે હાલમાં ‘લવ ઍન્ડ વૉર’ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
સંજય લીલા ભણસાલીની આ ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ કામ કરી રહ્યાં છે અને આ ફિલ્મને ૨૦૨૬ની ૨૦ માર્ચે રિલીઝ કરવાનું હાલમાં પ્લાનિંગ છે.


