Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પોતાના પ્રોડક્શન હેઠળની પહેલી ફિલ્મ વીર સાવરકર લઈને આવ્યો છે રામચરણ

પોતાના પ્રોડક્શન હેઠળની પહેલી ફિલ્મ વીર સાવરકર લઈને આવ્યો છે રામચરણ

29 May, 2023 03:50 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મમાં અનુપમ ખેર અને નિખિલ સિદ્ધાર્થ જોવા મળશે

રામચરણ

રામચરણ


રામચરણ તેના પ્રોડક્શન હેઠળની પહેલી ફિલ્મ ‘ધ ઇન્ડિયા હાઉસ’ લઈને આવ્યો છે, જે સ્વાતંત્ર સૈનિક વીર સાવરકરના જીવન પર આધારિત છે. તે V મેગા પિક્ચર્સના બૅનર હેઠળ વિક્રમ રેડ્ડી અને અભિષેક અગરવાલ સાથે મળીને આ ફિલ્મ લઈને આવ્યો છે. આ ફિલ્મમાં અનુપમ ખેર અને નિખિલ સિદ્ધાર્થ જોવા મળશે. ફિલ્મને રામ વાસમી ક્રિષ્નાએ ડિરેક્ટ કરી છે. વીર સાવરકરની ૧૪૦મી બર્થ-ઍનિવર્સરી નિમિત્તે આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે. ‘ધ ઇન્ડિયા હાઉસ’માં આઝાદી પહેલાંના ભારતની સ્ટોરી કહેવામાં આવશે. ફિલ્મનું ટીઝર ટ્વિટર પર શૅર કરીને રામચરણે ટ્વીટ કર્યું કે ‘આપણા મહાન સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરની ૧૪૦મી બર્થ-ઍનિવર્સરી નિમિત્તે અમે ગર્વ સાથે પૅન ઇન્ડિયા ફિલ્મ ‘ધ ઇન્ડિયા હાઉસ’ની જાહેરાત કરીએ છીએ. આ ફિલ્મમાં અનુપમ ખેર અને નિખિલ સિદ્ધાર્થ દેખાશે. રામ વાસમી ક્રિષ્ના ડિરેક્ટર છે.’


Whatsapp-channel Whatsapp-channel

29 May, 2023 03:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK