Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ભવિષ્યમાં ધુરંધર 3 બનવાની નથી

ભવિષ્યમાં ધુરંધર 3 બનવાની નથી

Published : 04 April, 2026 12:59 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જમીલ જમાલીના પાત્રથી લોકપ્રિયતા મેળવનાર રાકેશ બેદીએ સ્પષ્ટતા કરી, ‘ધુરંધર’ અને ‘ધુરંધર : ધ રિવેન્જ’ની સફળતાએ એવા કલાકારોને ફરી ચર્ચામાં લાવી દીધા છે જે વર્ષોથી ગુમનામીમાં ખોવાઈ ગયા હતા.

રાકેશ બેદી

રાકેશ બેદી


‘ધુરંધર’ અને ‘ધુરંધર : ધ રિવેન્જ’ની સફળતાએ એવા કલાકારોને ફરી ચર્ચામાં લાવી દીધા છે જે વર્ષોથી ગુમનામીમાં ખોવાઈ ગયા હતા. આ ફિલ્મોમાં રાકેશ બેદીએ જમીલ જમાલીના પાત્રથી દર્શકોનાં દિલ જીતી લીધાં છે. ફિલ્મની સફળતા બાદ રાકેશ બેદીએ હવે પોતાના નવા પ્રોજેક્ટનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. હાલમાં રાકેશ બેદી ઉજ્જૈનમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યો હતો અને ત્યાં તેણે સ્પષ્ટતા કરી હતી કે ભવિષ્યમાં ‘ધુરંધર 3’ બનવાની નથી.
‘ધુરંધર : ધ રિવેન્જ’ની સફળતા વિશે વાત કરતાં રાકેશ બેદીએ કહ્યું હતું કે ફિલ્મ બ્લૉકબસ્ટર સાબિત થઈ છે અને સારી કમાણી કરી રહી છે. જોકે તેણે ભાર મૂક્યો કે ફિલ્મનો કન્સેપ્ટ અને ડિરેક્શન આદિત્ય ધરનું છે તેમ જ સાચી મહેનત પણ તેની જ છે. રાકેશ બેદીએ સ્પષ્ટતા કરી કે કલાકાર તરીકે તેણે માત્ર પોતાની ભૂમિકા નિભાવવાની ફરજ બજાવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

04 April, 2026 12:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK