અલ્લૂ અર્જુનની મોસ્ટઅવેઇટેડ ફિલ્મ `પુષ્પા ધ રુલ`ને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. મેકર્સે ફિલ્મના પોસ્ટર સાથે ટીઝરની રિલીઝ ડેટની પણ જાહેરાત કરી દીધી છે. મેકર્સ આ ફિલ્મના ટીઝર અલ્લૂ અર્જુનના જન્મદિવસે રિલીઝ કરશે.
પુષ્પા 2નું પોસ્ટર રિલીઝ (સૌજન્ય મિડ-ડે)
અલ્લૂ અર્જુનની મોસ્ટઅવેઇટેડ ફિલ્મ `પુષ્પા: ધ રુલ`ને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. મેકર્સે ફિલ્મના પોસ્ટર સાથે ટીઝરની રિલીઝ ડેટની પણ જાહેરાત કરી દીધી છે. મેકર્સ આ ફિલ્મના ટીઝર અલ્લૂ અર્જુનના જન્મદિવસે રિલીઝ કરશે. સાઉથ સુપરસ્ટાર અલ્લૂ અર્જુન 8 એપ્રિલના પોતાનો 42મો જન્મદિવસ ઉજવશે. આ અવસરને ખાસ બનાવવા માટે પુષ્પા 2ની ટીમ ફિલ્મનો બીજું ટીઝર રિલીઝ કરવા જઈ રહ્યા છે.
ચાહકોને મળી સરપ્રાઈઝ
આજે એટલે કે 2 એપ્રિલના `પુષ્પા 2`ના ટીઝર રિલીઝની ઑફિશિયલ જાહેરાત કરી દેવામાં આવી છે. ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કરતા મેકર્સે ફિલ્મના ટીઝર રિલીઝ ડેટ પરથી પણ પડદો ઉઠાવી લીધો છે. અલ્લૂ અર્જુન સ્ટારર પુષ્પા 2ને લઈને ગયા વર્ષે એક ટીઝર વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો. તો, કેટલાક દિવસ પહેલા ફિલ્મની રિલીઝ ડેટ પરથી પણ પડદો ઉઠાવી લેવામાં આવ્યો. આ દરમિયાન મેકર્સે અલ્લૂ અર્જુનના ચાહકોને ફિલ્મના જબરજસ્ત પોસ્ટરની સાથે ટીઝરની રિલીઝ ડેટ જણાવીને સરપ્રાઈઝ આપી દેવામાં આવી છે.
ADVERTISEMENT
ઘુંઘરૂ બાંધેલા દેખાયા પુષ્પરાજ?
`પુષ્પા 2`નું ટીઝર અલ્લૂ અર્જુનના જન્મદિવસે એટલે કે 8 એપ્રિલ, 2024ના રોજ રિલીઝ કરવામાં આવશે. ફિલ્મના નવા પોસ્ટરની વાત કરીએ, તો આમાં એક પગમાં ઘુંઘરૂ બાંધેલા છે, જે પુષ્પા રાજનો હોઈ શકે છે. આ પહેલા ફિલ્મમાંથી અલ્લૂ અર્જુનના ચહેરા અને હાથનો લુક જાહેર કરવામાં આવ્યો હતો. ચાહકો આ પોસ્ટર જોયા પછી ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
ડેવિડ વોર્નરે આપી પ્રતિક્રિયા
`પુષ્પા 2`ને લઈને દર્શકોમાં જબરજસ્ત ક્રેઝ જોવા મળે છે. સુકુમારના નિર્દેશનમાં 2021માં આવેલી ફિલ્મ `પુષ્પા`ની સિક્વલ તરીકે `પુષ્પા 2` આ વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થશે. હાલમાં, પોસ્ટર પર યૂઝર્સ તરફથી રસપ્રદ પ્રતિક્રિયાઓ આવી રહી છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નરે પણ પોસ્ટર પર કમેન્ટ કરી છે. તેણે લખ્યું છે, `વાહ! સુપર!` આ સિવાય ઘણા યુઝર્સ અભિનેતાને એડવાન્સમાં જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, અલ્લુ અર્જુને 28 માર્ચે દુબઈમાં આવેલા મૅડમ ટુસૉ મ્યુઝિયમમાં તેના વૅક્સના સ્ટૅચ્યુનું અનાવરણ કર્યું હતું. એ દરમ્યાનનો ફોટો ઍક્સ પર શૅર કરીને અલ્લુએ ટ્વીટ કર્યું હતું કે ‘ખૂબ જ સ્પેશ્યલ દિવસ છે. ૨૦૦૩માં આજે (28 માર્ચે) મારી પહેલી ફિલ્મ ‘ગંગોત્રી’ રિલીઝ થઈ હતી અને એ જ દિવસે હું દુબઈમાં આવેલા મૅડમ ટુસૉ મ્યુઝિમમાં મારા વૅક્સના સ્ટૅચ્યુને લૉન્ચ કરી રહ્યો છું. મારી ૨૧ વર્ષની આ મુસાફરી ખૂબ યાદગાર રહી છે. મારી આ મુસાફરીમાં હું દરેકનો આભાર માનું છું અને એ પણ ખાસ કરીને મારી ફૅન્સ એવી મારી આર્મીનો. તેમણે મને ખૂબ પ્રેમ અને સપોર્ટ આપ્યો છે. આગામી વર્ષમાં તમને ખૂબ જ ગર્વ થાય એવું કામ કરી શકીશ એવી આશા રાખું છું.’