પહલાજ નિહલાનીએ 80 અને 90ના દાયકામાં ઘણી શાનદાર ફિલ્મો બનાવી છે
પ્રતીકાત્મક તસવીર
રવિવારે મનોરંજન જગતમાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. પ્રખ્યાત નિર્માતા અને નિર્દેશક પહલાજ નિહલાની (Pahlaj Nihalani)ની માતાનું નિધન થયું છે. આજે બપોરે 3.30 કલાકે સાંતાક્રુઝ સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
પહલાજ નિહલાનીએ 80 અને 90ના દાયકામાં ઘણી શાનદાર ફિલ્મો બનાવી છે, જેમાં `શોલા ઔર શબનમ`, `આંખે`, `આગ હી આગ` સામેલ છે. આ ઉપરાંત તે 19 જાન્યુઆરી 2015થી 11 ઑગસ્ટ 2017 સુધી સેન્સર બોર્ડના અધ્યક્ષ રહી ચુક્યા છે.
ADVERTISEMENT
ગયા વર્ષે પહલાજ નિહલાની પણ ખૂબ બીમાર હતા. તેમની મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, જ્યારે તે 28 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે તેમણે આ વાત બહાર આવવા દીધી ન હતી અને ન તો તેમણે કોઈનો ફોન ઉપાડ્યો હતો. તેમના પરિવાર સિવાય માત્ર તેના નજીકના મિત્ર શત્રુઘ્ન સિંહાને જ આ વાતની જાણ હતી. તેમને ફૂડ પોઈઝનિંગ થયું હતું. શરૂઆતમાં તે પાંચ-છ દિવસ ICUમાં હતા.
પહલાજ નિહલાનીની માતાના અવસાન થતાં મનોરંજન જગત સાથે જોડાયેલા લોકોએ શોક વ્યક્ત કર્યો છે. નિહલાની પરિવારને પરિવારને જે ખોટ સાલી છે તેમાં સ્વસ્થતા જાળવવા ઈશ્વર તેમને શક્તિ આપે.


