૨૦૧૮માં અમેરિકન સિંગર નિક જોનસ સાથે લગ્ન કર્યા બાદ આ બન્ને ગયા વર્ષે સરોગસીથી એક દીકરીના પેરન્ટ્સ બની ગયા છે

પ્રિયંકા ચોપડા જોનસ, સોફિયા વર્ગારા, જેસિકા આલ્બા, હેડી ક્લમ અને રીટા વિલ્સન
પ્રિયંકા ચોપડા જોનસે તેની ગર્લ ગૅન્ગ સાથે પાર્ટી કરી હતી. આ ચારેય એક ઇવેન્ટમાં ભેગી થઈ હતી. તેની આ ગૅન્ગમાં હૉલીવુડ સ્ટાર્સ સોફિયા વર્ગારા, જેસિકા આલ્બા, હેડી ક્લમ અને રીટા વિલ્સન સામેલ છે. આ બધા સાથેનો ફોટો પ્રિયંકાએ શૅર કર્યો હતો. પ્રિયંકા તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને હંમેશાં શૅર કરે છે. ૨૦૧૮માં અમેરિકન સિંગર નિક જોનસ સાથે લગ્ન કર્યા બાદ આ બન્ને ગયા વર્ષે સરોગસીથી એક દીકરીના પેરન્ટ્સ બની ગયા છે. બન્નેના ફૅન્સ તેમની દીકરી માલતી મૅરી ચોપડા જોનસની ઝલક જોવા માટે આતુર છે. હૉલીવુડ સ્ટાર્સ સાથેનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી, ખરેખર અદ્ભુત નાઇટ હતી.