પતિ નિક જોનસના લાઇવ પર્ફોર્મન્સમાં સ્ટેજ પર દોડી જઈને કરી લીધી લિપ-કિસ
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
પ્રિયંકા ચોપડા અને નિક જોનસ દીકરી માલતી મારીનાં પેરન્ટ્સ બની ગયા હોવા છતાં તેમની વચ્ચેનો રોમૅન્સ હજી અકબંધ છે. હાલમાં નિકના એક પર્ફોર્મન્સમાં તેમની કેમિસ્ટ્રી જોવા મળી હતી. નિકના આ પર્ફોર્મન્સથી પ્રિયંકા એટલી ઉત્સાહિત થઈ ગઈ હતી કે તેણે સ્ટેજ પર દોડી જઈને પતિ નિકને લિપ-કિસ કરી લીધી હતી. આ લાઇવ કૉન્સર્ટમાં જ નિકે પણ પ્રિયંકા પર પ્રેમ વરસાવ્યો અને તેણે પ્રિયંકાને આઇ લવ યુ કહ્યું. પ્રિયંકા અને નિકનો આ વિડિયો સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.


