મધર્સ ડેની પોસ્ટમાં ભૂલથી પોતાની દીકરીને બદલે અન્ય છોકરીનો ફોટો પોસ્ટ કર્યો : ભૂલ સમજાતાં થોડી સેકન્ડમાં જ પોસ્ટ ડિલીટ કરી
પ્રિયંકા ચોપરાની તસવીર
પ્રિયંકા ચોપડા જોનસે રવિવારે મધર્સ ડેની પોસ્ટ દરમ્યાન લોચો માર્યો હતો. તેણે ઇન્સ્ટાગ્રામ પર કરેલી પોસ્ટમાં એક નાની છોકરીનો ફોટો પોસ્ટ કર્યો હતો જેને તે પોતાની દીકરી હોય એમ કહી રહી હતી. એ ફોટોમાં કૅપ્શન હતી, ‘આ સુંદરીને કારણે હું મમ્મી બની છું’. જોકે આ છોકરી તેની દીકરી માલતી મૅરી નહોતી. આ પોસ્ટ કર્યાની થોડી સેકન્ડમાં જ ભૂલ સમજાતાં એને ડિલીટ કરી નાખી હતી. જોકે ત્યાં સુધીમાં એનો સ્ક્રીન-શૉટ વાઇરલ થઈ ગયો હતો. સોશ્યલ મીડિયા પર એવી અટકળો ચાલી રહી છે કે તેની ટીમમાંથી કોઈ વ્યક્તિ તેના પર્સનલ અકાઉન્ટમાં પોસ્ટ કરવા જઈ રહ્યું હશે, પરંતુ ભૂલથી પ્રિયંકાનું અકાઉન્ટ ઍક્ટિવ હોવાથી એમાં પોસ્ટ થઈ ગઈ હશે. ઇન્સ્ટાગ્રામ પર એકસાથે ઘણાં અકાઉન્ટ ઍક્સેસ કરી શકાય છે અને એથી જ આ લોચો થયો હોય એવી અટકળો ચાલી રહી છે.