‘ટાઇગર’ ભારતની જાણીતી વાઘણ અંબાની લાઇફ સ્ટોરી છે.
પ્રિયંકા ચોપરા
પ્રિયંકા ચોપડા જોનસે ‘ટાઇગર’ માટે પોતાનો અવાજ આપ્યો છે. ‘ટાઇગર’ ભારતની જાણીતી વાઘણ અંબાની લાઇફ સ્ટોરી છે. અર્થ ડે એટલે કે ૨૨ એપ્રિલે આ ફિલ્મને ડિઝની + હૉટસ્ટાર પર રિલીઝ કરવામાં આવશે. પ્રિયંકાએ પહેલાં પણ ૨૦૧૬માં આવેલી ‘ધ જંગલ બુક’માં અજગર કા માટે અવાજ આપ્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટર શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી કે ‘‘ટાઇગર’ એક એવી સ્ટોરી છે જેમાં જંગલમાં થતી દરેક વસ્તુને દેખાડવામાં આવશે. આ પ્રેમ, ભૂખ, સર્વાઇવલ અને મતભેદની સ્ટોરી છે. આ ભારતનાં અદ્ભુત જંગલોની સ્ટોરી છે જેમાં નાનાં-મોટાં પ્રાણીઓ સ્વતંત્ર રીતે ફરતાં હોય છે. આ એક એવી જ વાઘણ અંબાની સ્ટોરી છે જેની લેગસી ખૂબ જ અદ્ભુત છે. એ એનાં બાળકોને ખૂબ જ પ્રેમ કરે છે અને એમની એટલી કાળજી રાખે છે કે એમનો મમ્મી અને બાળકો વચ્ચેનો પ્રેમ ખૂબ જ સુંદર રીતે જોવા મળ્યો છે. આ સુંદર ફૅમિલીની સ્ટોરી પર ફિલ્મ બનાવવા શૂટિંગ માટે આઠ વર્ષનો સમય લાગ્યો છે. આ અદ્ભુત સ્ટોરી અને જંગલને ફિલ્મમાં જે રીતે એક્સપ્લોર કરવામાં આવ્યાં છે એ માટે અવાજ આપવાની મને ખૂબ જ મજા આવી છે. તમે લોકો પણ આ જંગલની મજા માણો એવી આશા છે.’

