ઑસ્ટ્રેલિયાના એક ઝૂમાં કોઆલા બેઅરનું નામ પ્રિયંકા ચોપડા જોનસના નામ પરથી રાખવામાં આવ્યું છે
પ્રિયંકા ચોપડા જોનસ
ઑસ્ટ્રેલિયાના એક ઝૂમાં કોઆલા બેઅરનું નામ પ્રિયંકા ચોપડા જોનસના નામ પરથી રાખવામાં આવ્યું છે. પ્રિયંકા હાલમાં ઑસ્ટ્રેલિયામાં ‘ધ બ્લફ’નું શૂટિંગ કરી રહી છે. આ શૂટિંગમાંથી સમય કાઢીને તે ગોલ્ડ કોસ્ટમાં આવેલા પૅરૅડાઇઝ કન્ટ્રીમાં ગઈ હતી. ત્યાં ઘણાં ઍનિમલ્સને રાખવામાં આવે છે. પ્રિયંકા જ્યારે ત્યાં ગઈ ત્યારે બેબી કોઆલા બેઅરને મળી હતી. આ આઠ મહિનાના બેબી કોઆલાનું નામ પોતાના નામ પરથી રાખવામાં આવ્યું હોવાનું જાણીને પ્રિયંકા પણ આશ્ચર્યમાં પડી ગઈ હતી. આ ફોટો પ્રિયંકાએ સોશ્યલ મીડિયા પર શૅર પણ કર્યો હતો. કોઆલા બેઅર સિવાય પણ પ્રિયંકા ઘણાં પ્રાણીઓને મળી હતી.

