આ ફોટોમાં પ્રીતિ સ્માઇલ કરતી જોવા મળી રહી છે અને જીન દલાઈ લામા સાથે હાથ મિલાવતો જોવા મળી રહ્યો છે.
પ્રીતિએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેમનો ફોટો શૅર કર્યો હતો
પ્રીતિ ઝિન્ટા અને તેનો પતિ જીન ગુડનવ ધાર્મિક ગુરુ દલાઈ લામાને મળ્યાં હતાં. તેઓ ધરમશાલામાં મળ્યાં હતાં. પ્રીતિએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેમનો ફોટો શૅર કર્યો હતો. આ ફોટોમાં પ્રીતિ સ્માઇલ કરતી જોવા મળી રહી છે અને જીન દલાઈ લામા સાથે હાથ મિલાવતો જોવા મળી રહ્યો છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રીતિએ કૅપ્શન આપી હતી કે ‘ધરમશાલામાં ઇન્ડિયન પ્રીમિયર લીગનો અંત થશે એવી મને આશા નથી, પરંતુ ધરમશાલામાં દલાઈ લામાને મળવાની મેં આશા રાખી હતી. હું પોતાને નસીબદાર માનું છું કે મને તેમની સાથે સમય પસાર કરવા મળ્યો. તેમણે મારી સાથે ઘણી વાતો શૅર કરી હતી અને અમને હસાવ્યાં પણ હતાં.’