એક ઇન્ટરવ્યુમાં પ્રકાશ ઝાએ ‘રાજનીતિ 2’ વિશે વાત કરતાં કહ્યું, ‘રાજનીતિની યાત્રા તો ચાલતી જ રહે છે. ‘રાજનીતિ 2’ માટે હંમેશાંથી પ્લાન હતો.
પૉલિટિકલ થ્રિલર ડ્રામા ‘રાજનીતિ’
ફિલ્મ-ડિરેક્ટર પ્રકાશ ઝાની રણબીર કપૂર, કૅટરિના કૈફ અભિનીત પૉલિટિકલ થ્રિલર ડ્રામા ‘રાજનીતિ’ની રિલીઝને ૧૫ વર્ષ પૂર્ણ થયાં છે. આ ફિલ્મ ૨૦૧૦ની ૪ જૂનના રિલીઝ થઈ હતી. આ ફિલ્મની ૧૫મી ઍનિવર્સરી પર ડિરેક્ટરે એની સીક્વલ વિશે ખુલાસો કર્યો છે. ‘રાજનીતિ’એ એની વાર્તા, સ્ટારકાસ્ટ અને ગીતોના કારણે ખૂબ લોકપ્રિયતા મેળવી હતી અને હવે પ્રકાશ ઝાએ કહ્યું છે કે તેઓ ‘રાજનીતિ’ની સીક્વલ પર કામ કરી રહ્યા છે.
એક ઇન્ટરવ્યુમાં પ્રકાશ ઝાએ ‘રાજનીતિ 2’ વિશે વાત કરતાં કહ્યું, ‘રાજનીતિની યાત્રા તો ચાલતી જ રહે છે. ‘રાજનીતિ 2’ માટે હંમેશાંથી પ્લાન હતો. જોકે હજી કાસ્ટિંગ અને શૂટિંગના મામલે કંઈ નક્કી થયું નથી પરંતુ હું હાલમાં એના પર કામ કરી રહ્યો છું. બહુ જલદી આની વિગતો જાહેર કરવામાં આવશે.’

