પ્રભુ દેવા હવે સલમાન ખાન અને ચિંરજીવીને નચાવતો જોવા મળશે. ચિરંજીવીની ‘ગૉડફાધર’નું હાલમાં શૂટિંગ ચાલી રહ્યું છે.
પ્રભુદેવા
પ્રભુ દેવા હવે સલમાન ખાન અને ચિંરજીવીને નચાવતો જોવા મળશે. ચિરંજીવીની ‘ગૉડફાધર’નું હાલમાં શૂટિંગ ચાલી રહ્યું છે. આ ફિલ્મને મોહન રાજા ડિરેક્ટ કરી રહ્યો છે. આ ફિલ્મને ચિરંજીવી અને સુપર ગુડ ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. આ ફિલ્મમાં સલમાન ખાને નાનકડી ભૂમિકા પણ ભજવી છે. આ ફિલ્મ માટે એક સ્પેશ્યલ સૉન્ગ બનાવવામાં આવી
રહ્યું છે. આ ગીત માટે મ્યુઝિક એસ. થામન આપશે અને એને કોરિયોગ્રાફ પ્રભુ દેવા કરશે. આ વિશે થામને ફોટો શૅર કરીને ટ્વીટ કર્યું હતું. આ મલયાલમ સુપરહિટ ફિલ્મ ‘લ્યુસીફર’ની રીમેક છે. આ ફિલ્મમાં નયનતારા અને પુરી જગન્નાથ પણ જોવા મળશે.


