Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પૂનમ પાંડે ફરાહ ખાનના રિયાલિટી શોનો ભાગ હશે કે નહીં? અભિનેત્રીએ કરી સ્પષ્ટતા

પૂનમ પાંડે ફરાહ ખાનના રિયાલિટી શોનો ભાગ હશે કે નહીં? અભિનેત્રીએ કરી સ્પષ્ટતા

Published : 21 January, 2026 03:14 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Poonam Pandey reacts to rumours of joining Farah Khan’s reality show: ફરાહ ખાનના રિયાલિટી શોમાં જોડાવાની અફવાઓ પર પૂનમ પાંડેએ આખરે પ્રતિક્રિયા આપી; અભિનેત્રીના નિવેદનથી ફેન્સમાં ઉત્સાહ વધ્યો; જાણો પાપારાઝી સાથેની વાતચીતમાં શું કહ્યું પૂનમે

પૂનમ પાંડે

પૂનમ પાંડે


છેલ્લા કેટલાક દિવસોથી ફરાહ ખાન (Farah Khan)ના આગામી રિયાલિટી શો માટે પૂનમ પાંડે (Poonam Pandey)નો સંપર્ક કરવામાં આવી રહ્યો હોવાની અટકળો ચાલી રહી છે ત્યારે અભિનેત્રીએ વધતી જતી ચર્ચાને વિરામ આપવા જવાબ આપ્યો છે. જોકે, પૂનમ પાંડેએ સ્પષ્ટ હા કે ના નથી કહી, ત્યારે તેના નિવેદનથી તે શોમાં ભાગ લેશે કે નહીં તે અંગે વધુ ઉત્સુકતા વધી છે.

તાજેતરમાં, પૂનમ પાંડેને પાાપરાઝીએ ઘેરી લીધી હતી. બાદમાં અભિનેત્રી-મૉડેલને ફરાહ ખાનના રિયાલિટી શોમાં ભાગ લેવા અંગે સવાલ કરવામાં આવ્યો હતો. મીડિયાને સંબોધતા, પૂનમ પાંડેએ દિલ ખોલીને વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, ‘મેં ભૂતકાળમાં ઘણા રિયાલિટી શો કર્યા છે, અને ફરાહ ખાનનો શો ખૂબ જ રોમાંચક લાગે છે. હાલમાં, હું વધુ ખુલાસો કરી શકતી નથી, પરંતુ હું તમને ટૂંક સમયમાં જણાવીશ કે હું તેનો ભાગ છું કે નહીં.’ પૂનમ પાંડેના આ જવાબ પછી ચાહકો વધુ સ્પષ્ટતા માટે ઉત્સુક થઈ ગયા.



પૂનમ પાંડેના પ્રતિભાવે સસ્પેન્સને જીવંત રાખ્યું છે, ઘણા લોકો આશ્ચર્ય પામી રહ્યા છે કે તે આખરે ફરાહ ખાનના શોમાં જોડાશે કે નહીં (Poonam Pandey reacts to rumours of joining Farah Khan’s reality show). રિયાલિટી ટેલિવિઝન સાથેના પૂનમ પાંડેના અનુભવને જોઈએ તો, જો તે ફરાહ ખાનના શોમાં ભાગ લેશે તો રિયાલિટી શો ખરેખર રોમાંચિત બનશે.


આ અફવાઓનો સમય પણ રસપ્રદ છે, કારણ કે પૂનમ પાંડેની કારકિર્દી ફરી એકવાર વેગ પકડી રહી હોય તેવું લાગે છે. તાજેતરમાં જ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ દુબઈમાં પર્ફોર્મન્સ આપ્યા બાદ તેણીએ હેડલાઇન્સમાં સ્થાન મેળવ્યું હતું. પૂનમ પાંડેએ દુબઈમાં લગભગ ૩૦,૦૦૦થી ૪૦,૦૦૦ દર્શકોનું મનોરંજન કર્યું હતું. આ કાર્યક્રમે અભિનેત્રીની લોકપ્રિયતા, ફક્ત ભારતમાં જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પ્રકાશિત કરી અને ફરીથી બહુ ચર્ચામાં લાવી.

આ ઉપરાંત, સૂત્રો સૂચવે છે કે પૂનમ પાંડે હાલમાં અનેક પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે. જોકે, તેણે વિગતો અંગે મૌન સેવ્યું છે અને તેણી આગળ શું કામ કરી રહી છે તે જાહેર કરવાનું ટાળ્યું છે. આનાથી તેના ચાહકોમાં ઉત્સુકતા વધુ વધી ગઈ છે, જેઓ તેની કારકિર્દી કઈ નવી દિશામાં જશે તે જોવા માટે ઉત્સુક છે.


અત્યાર સુધી, ફરાહ ખાનના રિયાલિટી શોના અંતિમ લાઇનઅપ અંગે નિર્માતાઓ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જ્યાં સુધી આ વિશે કોઈ સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી, તેના ફેન્સે રાહ જોવી પડશે કે પૂનમ પાંડે શોનો ભાગ બને છે કે નહીં!

Whatsapp-channel Whatsapp-channel

21 January, 2026 03:14 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK