પૂજા હેગડેની ગણતરી એવી હિરોઇનોમાં થાય છે જેણે બૉલીવુડની ફિલ્મોમાં કામ કર્યુ છે અને સાઉથની ફિલ્મોમાં પણ પોતાની ખાસ જગ્યા બનાવી છે. પૂજાની આગામી ફિલ્મ છે સાઉથના સુપરસ્ટાર સૂર્યા સાથેની તામિલ ફિલ્મ ‘રેટ્રો’.
પૂજા હેગડે
પૂજા હેગડેની ગણતરી એવી હિરોઇનોમાં થાય છે જેણે બૉલીવુડની ફિલ્મોમાં કામ કર્યુ છે અને સાઉથની ફિલ્મોમાં પણ પોતાની ખાસ જગ્યા બનાવી છે. પૂજાની આગામી ફિલ્મ છે સાઉથના સુપરસ્ટાર સૂર્યા સાથેની તામિલ ફિલ્મ ‘રેટ્રો’. આ ફિલ્મના પ્રમોશન માટે કરાવેલા એક ફોટોશૂટમાં પૂજાએ પોતાની દાદીની ૭૦ વર્ષ જૂની કાંજીવરમ સાડી પહેરી છે. લીલા અને જાંબલી રંગની આ સાડીમાં ગજરા-બિંદી સાથેના ટ્રેડિશનલ લુકમાં પૂજા ગજબની સુંદર લાગી રહી છે.


