નરેન્દ્ર મોદીએ ગઈ કાલે જમ્મુમાં એક પબ્લિક મીટિંગમાં હાજરી આપી હતી. આ ઇવેન્ટમાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘મેં સાંભળ્યું છે કે આ અઠવાડિયે ‘આર્ટિકલ 370’ રિલીઝ થઈ રહી છે.
યામી ગૌતમ ફિલ્મ આર્ટિક્લ ૩૭૦ના સીનમાં
યામી ગૌતમનું કહેવું છે કે તેની ફિલ્મ ‘આર્ટિકલ 370’ વિશે નરેન્દ્ર મોદીએ વાત કરી એ તેના માટે ગર્વની વાત છે. આ ફિલ્મને તેના પતિ આદિત્ય ધર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. ‘આર્ટિકલ 370’ને હટાવવામાં આવ્યો હતો અને એની પાછળ કેટલું પ્લાનિંગ થયું હતું અને કેટલી તૈયારી થઈ હતી એ વિશેની માહિતી આપવામાં આવશે. આ ફિલ્મ આ શુક્રવારે રિલીઝ થઈ રહી છે. નરેન્દ્ર મોદીએ ગઈ કાલે જમ્મુમાં એક પબ્લિક મીટિંગમાં હાજરી આપી હતી. આ ઇવેન્ટમાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘મેં સાંભળ્યું છે કે આ અઠવાડિયે ‘આર્ટિકલ 370’ રિલીઝ થઈ રહી છે. આ એક સારી વાત છે, કારણ કે એનાથી લોકોને સાચી માહિતી મળશે.’ નરેન્દ્ર મોદીએ કરેલી વાત વિશે યામીએ એક્સ પર પોસ્ટ કર્યું હતું કે ‘પીએમ નરેન્દ્ર મોદીજી અમારી ‘આર્કિટલ 370’ ફિલ્મ વિશે વાત કરી રહ્યા છે એ જોવું સન્માનની વાત છે. હું અને મારી ટીમ એ વાતની આશા રાખીએ છીએ કે આ અદ્ભુત સ્ટોરીને સ્ક્રીન પર રજૂ કરવા માટે તમારી આશાઓ પર ખરા ઊતર્યા હોઈએ.’