‘અમર સિંહ ચમકીલા’ માટે વજન વધારવા માટે ઇમ્તિયાઝ અલીએ તેને મલાઈ અને ચાટ ખાવા માટે પણ કહ્યું હતું
પરીનીતિ ચોપરા
પરિણીતિ ચોપડાએ તેની દિલજિત દોસંજ સાથેની ‘અમર સિંહ ચમકીલા’ માટે વજન વધારવું પડ્યું હતું. આ માટે તેણે સમોસા, મલાઈ અને ચાટ પર ફોકસ કર્યું હતું. ઇમ્તિયાઝ અલી દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મમાં તેણે અમરજોત સિંહનું પાત્ર ભજવ્યું હતું જેના માટે તેને વજન વધારવાની ફરજ પડી હતી. વજન વધારવા માટે ઇમ્તિયાઝ અલીએ તેને સમોસા, મલાઈ અને ચાટ ખાવા માટે કહ્યું હતું જેથી દસ કિલો વજન વધી શકે. આ વિશે વાત કરતાં પરિણીતિ કહે છે, ‘મેં ગયા વર્ષે છ મહિના રહમાન સરના સ્ટુડિયોમાં ગીત ગાવા પાછળ પસાર કર્યા હતા. ત્યાર બાદ હું ઘરે જઈને મારાથી શક્ય હોય એટલું જન્ક ફૂડ ખાતી હતી જેથી હું વજન વધારી શકું. મ્યુઝિક અને ફૂડ એ જ મારો રોજિંદો કાર્યક્રમ હતો. ફિલ્મ પૂરી થઈ ગઈ છે ત્યારે હવે બધું ઊલટું થઈ ગયું છે. હું સ્ટુડિયોને મિસ કરું છું અને હું પહેલાં હતી એવી થવા માટે જિમમાં કસરત કરું છું.’

