દિલ્હીના લક્ષ્મીનગર મેટ્રો સ્ટેશનની બહાર પિતા સાથે વડાપાંઉ વેચતા ૧૨ વર્ષના છોકરાનો વિડિયો વાઇરલ થયો હતો
પરિણીતિ ચોપડા
પરિણીતિ ચોપડાએ હાલમાં ૧૨ વર્ષના વડાપાંઉ વેચતા એક છોકરાની તારીફ કરી છે. થોડા દિવસ પહેલાં દિલ્હીના લક્ષ્મીનગર મેટ્રો સ્ટેશનની બહાર પિતા સાથે વડાપાંઉ વેચતા ૧૨ વર્ષના છોકરાનો વિડિયો વાઇરલ થયો હતો. ત્યાર બાદ ઘણા ફૂડ-બ્લૉગરે એ છોકરાનો વિડિયો બનાવીને વાઇરલ કર્યો હતો. આ છોકરો ખૂબ દિલથી વડાપાંઉ બનાવીને વેચી રહ્યો છે. તેનો વિડિયો પોસ્ટ કરતાં પરિણીતિએ લખ્યું છે કે ‘આ નાનો છોકરો શ્રેષ્ઠ લાઇફ ડિઝર્વ કરે છે. લક્ષ્મીનગર મેટ્રો સ્ટેશન ગેટ નંબર પાંચ.’

