પરિણીતિ જ્યારે પણ લૂઝ ફિટિંગવાળાં કપડાં પહેરે છે ત્યારે આ સમાચાર જોર પકડે છે.
પરીનીતિ ચોપરા
પરિણીતિ ચોપડાની પ્રેગ્નન્સીને લઈને ઘણી અટકળો ચાલી રહી છે અને એથી જ તેણે પોતાની ડ્રેસિંગ સ્ટાઇલ પણ બદલી કાઢી છે. પરિણીતિ હાલમાં તેની ફિલ્મ ‘અમરસિંહ ચમકીલા’નું પ્રમોશન કરી રહી છે. આ દરમ્યાન તેણે કફતાન ડ્રેસ પહેર્યો હોવાથી તે પ્રેગ્નન્ટ હોવાના સમાચારે જોર પકડ્યું હતું. પરિણીતિ જ્યારે પણ લૂઝ ફિટિંગવાળાં કપડાં પહેરે છે ત્યારે આ સમાચાર જોર પકડે છે. આથી તેણે ફરી ટાઇટ ફિટિંગવાળાં કપડાં પહેરવાનું શરૂ કરી દીધું છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર પોતાનો ટાઇટ ફિટિંગ કપડાંમાં એક વિડિયો શૅર કર્યો છે. આ વિડિયો શૅર કરીને પરિણીતિએ એના પર લખ્યું, ‘ટાઇટ ફિટિંગવાળો ડ્રેસ પહેરી રહી છું, કારણ કે કફતાન ડ્રેસ પહેર્યો હતો ત્યારે... (ત્યાર બાદ ન્યુઝની હેડલાઇન્સ આવે છે કે શું પરિણીતિ પ્રેગ્નન્ટ છે?)’

