પરેશ રાવલ, ડિમ્પલ કાપડિયા, ક્રિતી-રાજકુમાર રાવ કૉમેડી ફિલ્મમાં દેખાશે
ક્રિતી સૅનન અને રાજકુમાર રાવ એક ધમાકેદાર કૉમેડીમાં ફરી એક વાર જોવા મળશે. આ અગાઉ બન્નેએ ‘બરેલી કી બરફી’માં કામ કર્યું હતું. ફિલ્મમાં દેખાડવામાં આવશે કે આ બન્ને અનાથ કપલ છે અને પેરન્ટ્સને દત્તક લેવાનું પ્લાનિંગ કરે છે. તેમના પેરન્ટ્સની ભૂમિકામાં પરેશ રાવલ અને ડિમ્પલ કાપડિયા જોવા મળશે. તેમને દત્તક લીધા બાદ ઘરમાં જે પ્રકારની સ્થિતિ થાય છે એમાંથી કૉમેડી નિર્માણ થશે. સાથે જ તેમની લાઇફમાં ખલેલ પડતાં ક્રિતી અને રાજકુમારનું લગ્નજીવન પણ જોખમાય છે. ફિલ્મનું નામ હજી સુધી નક્કી કરવામાં નથી આવ્યું. ફિલ્મને દિનેશ વિજન પ્રોડ્યુસ કરશે અને ગુજરાતી ફિલ્મમેકર અભિષેક જૈન એને ડિરેક્ટ કરશે. ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં દિલ્હીમાં શરૂ કરવામાં આવશે. ક્રિતી અને રાજકુમાર હાલમાં તેમની ફિલ્મોમાં બિઝી છે.