રાણા નાયડુ સીઝન 2 - નેટફ્લિક્સ પર જોઈ શકશો
ફિલ્મનાં પોસ્ટર
રાણા નાયડુ સીઝન 2 - નેટફ્લિક્સ, ૧૩ જૂન
આ વેબ સિરીઝમાં રાણા દગ્ગુબટ્ટી, સુરવીન ચાવલા, વેન્કટેશ દગ્ગુબટ્ટી અને અર્જુન રામપાલ જોવા મળશે. આ સિરીઝની વાર્તામાં રાણા પોતાના પરિવાર માટે ગેરકાયદે ધંધો છોડીને આગળ વધવા માગે છે, પરંતુ તેનો ભૂતકાળ અને નવો દુશ્મન (અર્જુન રામપાલ) તેના જીવનને નવો વળાંક આપે છે. આ સીઝનમાં પારિવારિક ડ્રામા અને ઍક્શનનું શાનદાર મિશ્રણ જોવા મળશે.
ADVERTISEMENT
કેસરી ચૅપ્ટર 2 - જિયો હૉટસ્ટાર, ૧૩ જૂન
અક્ષય કુમાર, આર. માધવન અને અનન્યા પાંડેની ફિલ્મ ‘કેસરી ચૅપ્ટર 2 : ધ અનટોલ્ડ સ્ટોરી ઑફ જલિયાંવાલા બાગ’ જિયો હૉટસ્ટાર પર જોઈ શકાશે. આ ફિલ્મમાં જલિયાંવાલા બાગ હત્યાકાંડ પછી વકીલ સી. શંકરન નાયરની બ્રિટિશ સામ્રાજ્ય સામેની કાનૂની લડાઈ દર્શાવાઈ છે.
ધ ટ્રેટર - પ્રાઇમ વિડિયો, ૧૨ જૂન
કરણ જોહર પ્રાઇમ વિડિયો પર ‘ધ ટ્રેટર્સ’ નામનો શો લઈને આવી રહ્યા છે. આ શોમાં ૨૦ સેલિબ્રિટીઝ રાજસ્થાનના રાજવી સૂર્યગઢ પૅલેસ હોટેલમાં રહેશે, જ્યાં ‘ટ્રેટર્સ’ની પસંદગી કરવામાં આવશે. આ શોમાંથી સેલિબ્રિટીઝ નાણાં જીતી શકે છે અને દરેક એપિસોડ સાથે ઇનામની રકમ પણ વધતી જશે. આ શોના વિજેતાને એક કરોડ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.

