આ એક માર્કેટિંગ કંપની આપે છે અને એને ઍકૅડેમી સાથે કોઈ લેવાદેવા નથી

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
ઑસ્કરમાં નૉમિનેશન મેળવનાર દરેકને એક ગુડી બૅગ આપવામાં આવે છે જેમાં અંદાજે એક કરોડ રૂપિયાની ગિફ્ટ્સ હોય છે. ૨૦૨૩ના ઑસ્કરમાં નૉમિનેશન મેળવનારને અવૉર્ડ મળે કે ન મળે, પરંતુ તેમને ગુડી બૅગ જરૂર આપવામાં આવે છે. આ બૅગમાં સ્મૉલ બિઝનેસથી લઈને ટૉપ બ્રૅન્ડની પ્રોડક્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. લૉસ ઍન્જલસની માર્કેટિંગ કંપની ડિસ્ટિંક્ટિવ ઍસેટ્સ ૨૦૦૨થી ઑસ્કરના નૉમિનીને ગિફ્ટ આપી રહી છે, પરંતુ એ ઍકૅડેમી સાથે જોડાયેલી નથી. આ વર્ષે તેઓ જે ગિફ્ટ આપી રહ્યા છે એની કિંમત ૧.૨૬ લાખ અમેરિકન ડૉલર એટલે કે અંદાજે એક કરોડ રૂપિયા જેટલી થાય છે. આ વર્ષે આપવામાં આવતી બૅગમાં ૬૦ પ્રોડક્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં લક્ઝરી વેકેશનની ટિકિટ પણ છે, જેની કિંમત ૪૦,૦૦૦ અમેરિકન ડૉલર છે. ઇટાલિયન લાઇટહાઉસમાં રહેવા માટે વધુમાં વધુ આઠ લોકો માટેના વાઉચરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.