Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સંજય દત્ત અને રાઘવ ચઢ્ઢાની ખાસ મુલાકાત બની ચર્ચાસ્પદ

સંજય દત્ત અને રાઘવ ચઢ્ઢાની ખાસ મુલાકાત બની ચર્ચાસ્પદ

Published : 10 April, 2026 09:41 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાઘવ ચઢ્ઢા અને સંજય દત્ત વચ્ચેની આ મુલાકાત ચર્ચાસ્પદ બની છે અને લોકો એની પાછળનું કારણ જાણવા માટે અલગ-અલગ અટકળો લગાવી રહ્યા છે

આ મુલાકાતની તસવીરો રાઘવ ચઢ્ઢાએ પોતાના સોશ્યલ મીડિયા પર શૅર કરી છે

આ મુલાકાતની તસવીરો રાઘવ ચઢ્ઢાએ પોતાના સોશ્યલ મીડિયા પર શૅર કરી છે


સંજય દત્તે હાલમાં પરિણીતિ ચોપડાના પતિ અને આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સંસદસભ્ય રાઘવ ચઢ્ઢાના ઘરે પહોંચી તેમની મુલાકાત લીધી હતી. આ મુલાકાતની તસવીરો રાઘવ ચઢ્ઢાએ પોતાના સોશ્યલ મીડિયા પર શૅર કરી છે. આ તસવીરો સાથે રાઘવ ચઢ્ઢાએ લખ્યું કે તેને સંજય દત્તનું પોતાના ઘરે સ્વાગત કરવાની તક મળી, જે તેના માટે ગૌરવની વાત છે. રાઘવ ચઢ્ઢાએ પોસ્ટમાં સંજય દત્તને ખૂબ જ મિલનસાર વ્યક્તિ ગણાવી અને ‘ધુરંધર’ માટે તેને મળતા પ્રેમને જોઈને ખુશી વ્યક્ત કરી. રાઘવ ચઢ્ઢા અને સંજય દત્ત વચ્ચેની આ મુલાકાત ચર્ચાસ્પદ બની છે અને લોકો એની પાછળનું કારણ જાણવા માટે અલગ-અલગ અટકળો લગાવી રહ્યા છે.

રાઘવ ચઢ્ઢાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ‘સંજય દત્તની પર્સનાલિટીનો જાદુ આજે પણ યથાવત્ છે અને લોકોનાં દિલમાં તેમના માટે જે સન્માન છે એ જળવાઈ રહ્યું છે. સંજય દત્ત આ સન્માનના સંપૂર્ણ હકદાર છે અને હું હંમેશાં તેમની સાથે છું.’


Whatsapp-channel Whatsapp-channel

10 April, 2026 09:41 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK