તે વૉર્નર મ્યુઝિક ઇન્ડિયા સાથે મળીને ‘રેહ જા’ ગીત લૉન્ચ કરવાનો છે
આયુષમાન ખુરાના
આયુષમાન ખુરાના ઍક્ટરની સાથે સિંગર પણ છે. તે વૉર્નર મ્યુઝિક ઇન્ડિયા સાથે મળીને ‘રેહ જા’ ગીત લૉન્ચ કરવાનો છે. અગાઉ તેણે ‘અખ દા તારા’ રિલીઝ કર્યું હતું. ગઈ કાલે વર્લ્ડ મ્યુઝિક ડે નિમિત્તે સંગીત પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતાં આયુષમાન કહે છે, ‘જો મારા દિલના બે ટુકડા કરવામાં આવે તો એમાંનો એક ભાગ તો સંગીતથી ભરેલો હશે, કેમ કે એને કારણે જ હું જીવું છું અને મ્યુઝિક ક્રીએટ કરું છું. મારા પરિવાર, ફ્રેન્ડ્સ, મારી દીવાનગી, મારું કામ અને મારું અસ્તિત્વ એ બધાને સંગીત સ્પર્શે છે એથી વર્લ્ડ મ્યુઝિક ડે પર મારા આગામી ગીત દ્વારા સંગીતને પ્રેમ કરનારા લોકોને મેં પજવવાનું નક્કી કર્યું હતું. આ ગીત ‘રેહ જા’ વૉર્નર મ્યુઝિક ઇન્ડિયા સાથેનું મારું કોલૅબરેશન છે.’

