Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કાજોલ દીકરીનાં જન્મદિવસ પહેલાં થઈ ઈમોશનલ, ન્યાસા માટે પોસ્ટમાં કહી આ ખાસ વાત

કાજોલ દીકરીનાં જન્મદિવસ પહેલાં થઈ ઈમોશનલ, ન્યાસા માટે પોસ્ટમાં કહી આ ખાસ વાત

19 April, 2024 02:21 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Nysa Devgn Birthday: કાજોલને દીકરી ન્યાસાને ફરી પેટમાં રાખવાની ઇચ્છા થઈ છે

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા


બોલિવૂડ અભિનેત્રી કાજોલ (Kajol) અને અજય દેવગન (Ajay Devgn) ની પુત્રી ન્યાસા દેવગન (Nysa Devgn) આવતીકાલે એટલે કે ૨૦મી એપ્રિલ ૨૦૨૪ના રોજ તેનો ૨૧મો જન્મદિવસ ઉજવશે. પુત્રી ન્યાસાના જન્મદિવસ (Nysa Devgn Birthday) પહેલા, કાજોલે તેની બાળપણની જૂની તસવીર સોશ્યલ મીડિયા (Social Media) પર શૅર કરી છે અને દીકરી માટે એક સુંદર કૅપ્શન પણ લખ્યું છે. જેમાં માતા-પુત્રીનું બોન્ડિંગ કેવું છે તેનો ખ્યાલ આવે છે.

કાજોલે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પુત્રી ન્યાસા સાથે બાળપણનો એક સુંદર ફોટો શેર કર્યો છે. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે, ‘આવતીકાલે ન્યાસાનો ૨૧મો જન્મદિવસ છે, પરંતુ આજ મારા વિશે છે અને હું કેવી રીતે માતા બની. કેવી રીતે તેણે મારી સૌથી મોટી ઈચ્છા પૂરી કરી. તેણે મારો દરેક દિવસ ખુશીઓથી ભરી દીધો. તે મને કેવી રીતે હસાવે છે અને મારી પુત્રી આખો દિવસ શું કરે છે તે જોવાનું મને ગમે છે. શું કહી રહ્યા છો? મને કેવું લાગ્યું જ્યારે તેણે મને પહેલી વાર મા કહી... ક્યારેક મને એવું લાગે છે કે તેને પેક કરીને એક દિવસ મારા પેટમાં પાછી મૂકી દઉં. હું તારા માટે શું અનુભવું છું તે સમજાવવા માટે પ્રેમ એ બહુ નાનો શબ્દ છે.’ 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kajol Devgan (@kajol)


આ તસવીરમાં દીકરી ન્યાસા તેની માતાના ખોળામાં બેઠેલી જોવા મળી રહી છે. આ તસવીર ઘણી જૂની છે. નીસા પીળા રંગના ફ્રોકમાં જોવા મળે છે અને માતા અને પુત્રી એકબીજાને ગળે લગાવી રહ્યાં છે. ફોટામાં બંને હસતા જોઈ શકાય છે. કાજોલના આ પોસ્ટથી યુઝર્સ પણ ખુબ પ્રભાવિત થયા છે અને પ્રેમનો વરસાદ વરસાવી રહ્યાં છે.


એકવાર એક ઇન્ટરવ્યૂમાં કાજોલે કહ્યું હતું કે, ન્યાસા તેના જેવી નથી. કાજોલે વર્ષ ૨૦૨૩માં આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, મારી માતા હંમેશા કહેતી હતી કે ભગવાન તમારી દીકરી તમારા જેવી ન બને. મેં ન્યાસાને આ વાત કહી અને મારી પુત્રીની પ્રતિક્રિયા ના હતી, મને તો ભવિષ્યમાં પુત્રી નથી જોઈતી કારણ કે મને નથી લાગતું કે હું પુત્રીને સંભાળી શકીશ.

નોંધનીય છે કે, અભિનેતા માતાપિતાથી વિપરીત, ન્યાસા સોશ્યલ મીડિયા પર તેના જીવન વિશે ખાનગી રહે છે. તેણે મુંબઈ (Mumbai) ની સૌથી પ્રતિષ્ઠિત ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ (Dhirubhai Ambani International School) માં અભ્યાસ કર્યો હતો. સ્કુલિંગ પછી તે વધુ અભ્યાસ માટે સિંગાપોર ગઈ અને યુનાઈટેડ વર્લ્ડ કોલેજ ઓફ સાઉથ ઈસ્ટ એશિયા (United World College of South East Asia) માં એડમિશન લીધું હતું. ન્યાસા હાલમાં સ્વિટ્ઝર્લેન્ડ (Switzerland) ની ગ્લિઓન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાયર એજ્યુકેશન (Glion Institute of Higher Education) ખાતે ઇન્ટરનેશનલ હોસ્પિટાલિટીમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી રહી છે. આવતીકાલે ન્યાસા દેવગનનો ૨૧મો જન્મદિવસ છે.

Whatsapp-channel Whatsapp-channel

19 April, 2024 02:21 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK