અભિષેકના નવા લુકને મળ્યું હૃતિકનું અપ્રૂવલ,કરીઅરનું સૌથી મુશ્કેલભર્યું શૂટ કરી રહ્યો છે વરુણ ધવન અને વધુ સમાચાર
નુસરત ભરૂચા
નુસરત ભરૂચાનું કહેવું છે કે કૉર્સેટમાં તેને શ્વાસ લેવાની તકલીફ પડે છે, પરંતુ ફૅશન માટેના પ્રેમને કારણે તે પહેરે છે. નુસરતે હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શૅર કર્યો છે. આ વિડિયોમાં તે કાર્સેટ અને કાર્ગો પૅન્ટ્સમાં છે. કૉર્સેટ ખૂબ જ ટાઇટ હોય છે એથી ઘણી વાર શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આ વિડિયોમાં તે તેની સ્ટાઇલિસ્ટ સાથે વાત કરી રહી છે. નુસરત કહે છે કે તેને લાગી રહ્યું છે કે તેનાં ફેફસાં બહાર આવી જશે. તો તેની સ્ટાઇલિસ્ટ કહે છે, વાંધો નહીં. તેને જવાબ આપતાં નુસરત કહે છે, ‘મારાં ફેફસાં બહાર આવી જશે ત્યારે વાંધો નહીં એમ કહેજે, કારણ કે મારાથી શ્વાસ નથી લેવાઈ રહ્યો.’
ગર્લ્સ નાઇટ આઉટ
કરીના કપૂર ખાને હાલમાં જ તેની ગર્લ ગૅન્ગ સાથે નાઇટ આઉટ કર્યું હતું. કરીનાની ‘ક્રૂ’ને ખૂબ જ સારો રિસ્પૉન્સ મળ્યો છે. આ ફિલ્મે ચાર દિવસમાં ૩૭.૧ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આથી તેમણે પાર્ટીનું આયોજન કર્યું હોય એવું લાગી રહ્યું છે. આ નાઇટ આઉટમાં કરીનાની સાથે કરિશ્મા કપૂર, અમ્રિતા અરોરા, મલાઇકા અરોરા અને મેકઅપ આર્ટિસ્ટ અને તેમની ફ્રેન્ડ મલ્લિકા પણ જોવા મળી હતી. આ નાઇટઆઉટ પાર્ટીનો ફોટો કરિશ્માએ તેના ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો.
ADVERTISEMENT
અભિષેકના નવા લુકને મળ્યું હૃતિકનું અપ્રૂવલ
અભિષેક બચ્ચન હાલમાં જ નવા લુકમાં જોવા મળ્યો છે જેને હૃતિક રોશનનું અપ્રૂવલ મળ્યું છે. તે હાલમાં શૂજિત સરકારની ફિલ્મમાં કામ કરી રહ્યો છે. ફોટોગ્રાફર અવિનાશ ગોવારીકરે હાલમાં જ અભિષેકનું ફોટોશૂટ કર્યું છે. આલિમ હાકિમે તેના લુક પર કામ કર્યું છે. આ ફોટો તેમણે સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર શૅર કરેલા તેના નવા લુકના ફોટો પર હૃતિકે ફાયર ઇમોજી સાથે કમેન્ટ કરી હતી કે તારો નવો લુક ખૂબ જ પસંદ પડ્યો.
કરીઅરનું સૌથી મુશ્કેલભર્યું શૂટ કરી રહ્યો છે વરુણ ધવન
વરુણ ધવન તેની કરીઅરનું સૌથી મુશ્કેલ શૂટ હાલમાં કરી રહ્યો છે. તે હાલમાં ઍક્શન ફિલ્મ ‘બેબી જૉન’નું શૂટિંગ કરી રહ્યો છે. બિહાઇન્ડ ધ સીનનો ફોટો શૅર કરીને વરુણ ધવને કૅપ્શન આપી હતી કે ‘‘બેબી જૉન’ ફિલ્મના શૂટિંગનો ૭૦મો દિવસ ચાલી રહ્યો છે. સૂર્ય નહીં ઊગે ત્યાં સુધી અમે સતત શૂટિંગ કરી રહ્યાં છીએ. અમારું યુનિટ પણ સતત કામ કરી રહ્યું છે. મારી કરીઅરમાં શૂટિંગનો આ અત્યાર સુધીનો સૌથી મુશ્કેલ દિવસ છે.’
ફિલ્મ બનાઉંગી તો શાહરુખ ખાન કે સાથ હી બનાઉંગી
ફારાહ ખાન કુંદરે ૨૦૦૪માં આવેલી ‘મૈં હૂં ના’ દ્વારા ડિરેક્શનમાં એન્ટ્રી કરી હતી. એ ફિલ્મમાં શાહરુખ ખાન હતો અને તેને પોતાના માટે લકી માનતાં ફારાહે જણાવ્યું કે ભવિષ્યમાં પણ ફિલ્મ બનાવશે તો તેની સાથે જ બનાવશે. એ વિશે ફારાહ કહે છે, ‘હું જ્યારે એ ફિલ્મ બનાવતી હતી ત્યારે મને સો ટકા ખાતરી હતી કે શાહરુખ ખાન આ ફિલ્મમાં હોવાથી ફિલ્મ સફળ થશે. અભી ભી લગતા હૈ મુઝે કિ અગર મૈં ફિલ્મ બનાઉંગી તો શાહરુખ કે સાથ હી બનાઉંગી, જો ૧૦૦૦ % ચલની હી ચલની હૈ. ભલે હી ટાઇમ લે લો. મારા માટે તે લકી છે.’

