Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > `બડા પછતાઓગે` ગીત પર ડાન્સ જોઈ નોરા થઈ ભાવુક, શૅર કરી શૂટ દરમિયાનની સ્થિતિ

`બડા પછતાઓગે` ગીત પર ડાન્સ જોઈ નોરા થઈ ભાવુક, શૅર કરી શૂટ દરમિયાનની સ્થિતિ

28 November, 2022 01:15 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ ગીતના ઓરિજિનલ શૂટ દરમિયાન તેની સાથે કંઇક એવું થયું હતું જેથી તે પર્સનલી આ ગીત સાથે કનેક્ટ કરી રહી હતી.

નોરા ફતેહી (ફાઈલ તસવીર)

નોરા ફતેહી (ફાઈલ તસવીર)


નોરા ફતેહી (Nora Fatehi) હાલ `ઝલક દિખલા જા`ની સીઝન 10 (Jhalak Dikhhla Jaa seaon 10) હોસ્ટ કરી રહી છે. આ શૉના ટૉપ 6 કોન્ટેસ્ટન્ટમાં સામેલ શ્રીતિ ઝાએ (Shriti Jha) પોતાના કોરિયોગ્રાફર વિવેક ચાચેરે (Vivek Chachere) સાથે નોરાના (Nora Fatehi`s Song) ગીત `બડા પછતાઓગે` (Bada Pachhtaoge) પર ડાન્સ પરફૉર્મ કર્યો, જેનો એક વીડિયો (Video) સામે આવ્યો છે. આ વીડિયોમાં શ્રીતિના ડાન્સ પરફૉર્મન્સને જોઈને નોરા ભાવુક (Nora Emotional) થઈ ગઈ. સાથે જ તેણે એક કિસ્સો પણ શૅર કર્યો છે કે આ ગીતના ઓરિજિનલ શૂટ દરમિયાન તેની સાથે કંઇક એવું થયું હતું જેથી તે પર્સનલી આ ગીત સાથે કનેક્ટ કરી રહી હતી.

`બડા પછતાઓગે` ગીતના શૂટ દરમિયાન પર્સનલી દુઃખમાંથી પસાર થઈ રહી હતી નોરા
હાલ નોરા ફતેહી ઝલક દિખલા જાની સીઝન 10માં હોસ્ટ તરીકે દેખાય છે. આ શૉના એક એપિસોડનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી ટ્રેન્ડ કરી રહ્યો છે. આ વીડિયોમાં કોન્ટેસ્ટન્ટ શ્રીતિ ઝા પોતાના કોરિયાગ્રાફર વિવેક ચાચેરેની સાથે નોરાના ગીત `બડા પછતાઓગે` પર ડાન્સ પરફૉર્મ કરતા જોવા મળે છે. તેમના આ ડાન્સને જોઈને નોરા ભાવુક થઈ ગઈ. ડાન્સ પરફૉર્મન્સ ખતમ થયા પછી નોરાએ શ્રીતિના વખાણ કર્યા છે અને સાથે આ ગીતના શૂટ દરમિયાનનો કિસ્સો પણ શૅર કર્યો છે.



નોરાએ કહ્યું, "જ્યારે આ ગીતનું શૂટિંગ કરી રહી હતી, ત્યારે હું એવી પર્સનલ સિચ્યુએશનમાંથી પસાર થઈ રહી હતી, જેથી આ ગીત સાથે પોતાને કનેક્ટ કરી શકતી હતી. હું તે સિચ્યુએશન તે ઈમોશનથી લઈને સેટ પર આવ્યા અને મેં પરફૉર્મ કર્યું."


બ્રેકઅપને કારણે 2 મહિના સુધી ડિપ્રેશનમાં રહી નોરા
આ પહેલા પણ નોરાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવવામાં આવ્યું હતું કે જ્યારે તેમનું બ્રેકઅપ થયું હતું તો બે મહિના માટે ડિપ્રેશનમાં ગઈ હતી. ઈન્ટરવ્યૂ દરમિયાન તેમણે ખુલાસો નથી કર્યો હતો કે તે કોઈની સાથે રિલેશનશિપમાં હતી. જો કે, નોરા તે સમયે અંગદ બેદીથી અલગ થઈ હતી. નોરા ફતેહી અનેક અવરસે અંગદ બેદી સાથે બ્રેકઅપ પર નિવેદન આપી ચૂકી છે.

2019માં રિલીઝ થયું હતું `બડા પછતાઓગે` ગીત
`બડા પછતાઓગે` 2019માં રિલીઝ થયું હતું. આ ગીતને અરિજીત સિંહે ગાયું હતું, બી પ્રાકે સંગીત આપ્યું હતું અને જાનીએ લખ્યું હતું. ગીતમાં નોરા સિવાય વિકી કૌશલ અને પ્રભા ઉપ્પલ પણ હતા. આ ગીત લોકોને ખૂબ જ ગમ્યું હતું.


આ પણ વાંચો : લગ્નમાં શા માટે વેસ્ટર્ન ડ્રેસ? સાડી અને ચણિયા ચોળી નથી આપણી પાસે!: આશા પારેખ 

ફિલ્મ થેન્ક ગૉડમાં કેમિયોમાં જોવા મળી હતી નોરા
નોરા ફતેહીને છેલ્લે ફિલ્મ થેન્ક ગૉડમાં માણિકે ગીતમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં નોરાનો કેમિયો હતો. તો નોરા પાસે જૉન અબ્રાહમ, રિતેશ દેશમુખ અને શેહનાઝ ગિલ સાથે અનેક અપકમિંગ પ્રૉજેક્ટ્સ છે.

Whatsapp-channel Whatsapp-channel

28 November, 2022 01:15 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK