ગૂગલ ટ્રેન્ડ્સના આંકડા મુજબ નોરાને ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવી છે
નોરા ફતેહી
બૉલીવુડની જાણીતી ડાન્સર અને ઍક્ટ્રેસ નોરા ફતેહી આજે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પોતાની આગવી ઓળખ બનાવી ચૂકી છે. રિપોર્ટ મુજબ નોરા હવે ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી બૉલીવુડ સ્ટાર બની ગઈ છે. નોરાએ ૧૨ જૂને ફુટબૉલના વર્લ્ડ કપના ઉદ્ઘાટન-સમારોહમાં શાનદાર પર્ફોર્મન્સ આપ્યો હતો. ત્યાર બાદ લોકો તેનાં ગીતો, ફિલ્મો અને વ્યક્તિગત જીવન વિશે જાણવા માટે ઇન્ટરનેટ પર સતત તેને સર્ચ કરી રહ્યા છે.
ગૂગલ ટ્રેન્ડ્સના આંકડા મુજબ નોરાને ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવી છે અને આ મામલે તેણે પ્રિયંકા ચોપડા, આલિયા ભટ્ટ અને દીપિકા પાદુકોણ જેવી મોટી અભિનેત્રીઓને પણ પાછળ છોડી દીધી છે.
