આ ફિલ્મનું શૂટિંગ જુલાઈ પછી શરૂ કરવાનું પ્લાનિંગ
અનીઝ બઝમી, બોની કપૂર
‘ભૂલભુલૈયા 3’ને મળેલી જબરદસ્ત સફળતા પછી ફિલ્મમેકર અનીઝ બઝમીએ હવે આગામી ફિલ્મ ‘નો એન્ટ્રી 2’ની તૈયારી શરૂ કરી દીધી છે. આ ફિલ્મને બોની કપૂર પ્રોડ્યુસ કરી રહ્યા છે અને એના કલાકારો છે વરુણ ધવન, દિલજિત દોસાંઝ અને અર્જુન કપૂર. આ ફિલ્મનું શૂટિંગ જુલાઈ પછી શરૂ કરવાનું પ્લાનિંગ છે. હાલમાં બોની કપૂરે સોશ્યલ મીડિયામાં પોતાની કેટલીક તસવીર પોસ્ટ કરી છે જેમાં તેઓ ગ્રીસમાં છે. આ તસવીરમાં તેમની સાથે ‘નો એન્ટ્રી 2’ના ડિરેક્ટર અનીસ બઝમી અને તેમની ટીમ જોવા મળે છે. આ ટીમ ગ્રીસનાં અલગ-અલગ લોકેશન પર જોવા મળે છે એના પરથી લાગે છે કે તેઓ ફિલ્મ માટે લોકેશન ફાઇનલ કરી રહ્યા છે.
મળતી માહિતી પ્રમાણે ‘નો એન્ટ્રી 2’માં વરુણ, દિલજિત અને અર્જુન ડબલ રોલમાં છે. આ સ્ટોરીલાઇનને કારણે ફિલ્મમાં જબરદસ્ત કૉમેડી સીક્વન્સ પ્લાન કરવામાં આવી છે.

