Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પ્રિયંકા ચોપડા અને નિક જોનસ દીકરીનો હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે ઉછેર કરી રહ્યાં છે

પ્રિયંકા ચોપડા અને નિક જોનસ દીકરીનો હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે ઉછેર કરી રહ્યાં છે

Published : 14 February, 2026 07:50 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રિયંકા ચોપડા પતિ નિક જોનસ અને દીકરી માલતી મારી ચોપડા જોનસ સાથે લૉસ એન્જલસમાં પારિવારિક જીવન ગાળી રહી છે, પરંતુ તેણે પોતાના દેશી અંદાજ અને ભારતીય સંસ્કૃતિ સાથેનો નાતો ક્યારેય તોડ્યો નથી.

પ્રિયંકા ચોપડા અને નિક જોનસ દીકરીનો હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે ઉછેર કરી રહ્યાં છે

પ્રિયંકા ચોપડા અને નિક જોનસ દીકરીનો હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે ઉછેર કરી રહ્યાં છે


પ્રિયંકા ચોપડા પતિ નિક જોનસ અને દીકરી માલતી મારી ચોપડા જોનસ સાથે લૉસ એન્જલસમાં પારિવારિક જીવન ગાળી રહી છે, પરંતુ તેણે પોતાના દેશી અંદાજ અને ભારતીય સંસ્કૃતિ સાથેનો નાતો ક્યારેય તોડ્યો નથી. નિક જોનસ અમેરિકન હોવા છતાં તે અને પ્રિયંકા દીકરી માલતી મારીનો ઉછેર હિન્દુ મૂલ્યો સાથે કરી રહ્યાં છે.

ભારતીય સંસ્કૃતિ સાથેના પોતાના જોડાણ વિશે વાત કરતાં નિકે કહ્યું હતું કે ‘જ્યારે હું પહેલી વખત ભારત આવ્યો ત્યારે મને થયેલો અનુભવ જાદુભર્યો હતો. મને પ્રિયંકાના મિત્રો અને પરિવાર સાથે સમય પસાર કરવાની તક મળી અને ભારતીય પરંપરાઓને નજીકથી સમજવાની તક મળી. કેટલીક ભારતીય પરંપરાઓ અને તહેવારો હવે મારા મનપસંદ બની ગયાં છે. મારા જીવનની કેટલીક સૌથી સુંદર યાદો ભારત સાથે સંબંધિત છે.’

નિક જોનસે વાતચીત દરમ્યાન હિન્દુ ધર્મ વિશે પણ પ્રશંસા વ્યક્ત કરીને કહ્યું હતું કે ‘હું ધર્મ વિશે ઘણું શીખ્યો છું, જે ગહન છે. હિન્દુ ધર્મમાંથી કર્મનો સિદ્ધાંત મને બહુ પ્રભાવિત કરે છે અને એમાં શીખવવામાં આવે છે કે બીજાઓ સાથે એવું વર્તન કરવું જેવું તમે તમારા માટે ઇચ્છો છો. આ વાત મને ખૂબ પ્રભાવિત કરે છે. આ આધ્યાત્મિક સમજ મારા વ્યક્તિત્વનો મહત્ત્વપૂર્ણ ભાગ બની ગઈ છે. આજે અમે અમારી દીકરીને સાચાં હિન્દુ મૂલ્યો અને એની સમજ સાથે ઉછેરી રહ્યાં છીએ.’

ચાર વર્ષની દીકરી માલતી મારીની પ્રાઇવસી જાળવવા માટે પ્રિયંકા ચોપડાએ રાખ્યા છે પર્સનલ સિક્યૉરિટી ગાર્ડ્‌સ
ગ્લોબલ સ્ટાર બની ચૂકેલી પ્રિયંકા ચોપડાએ પોતાની ૪ વર્ષની દીકરી માલતી મારીની પ્રાઇવસીને ધ્યાનમાં રાખીને પર્સનલ સિક્યૉરિટી ગાર્ડ્‌સ તહેનાત કર્યા છે. પોતાના આ નિર્ણય પાછળનું કારણ જણાવતાં પ્રિયંકાએ કહ્યું હતું કે ‘મારી દીકરીની સુરક્ષા માટે મેં આ નિર્ણય લીધો છે. જોકે આ નિર્ણય ડર અથવા સેલિબ્રિટી સ્ટેટસને કારણે નથી, પરંતુ માત્ર દીકરીની સલામતી અને ગોપનીયતા માટે છે.’

પ્રિયંકાએ પોતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘મને લોકો સાથે વાત કરવાનું ગમે છે અને કોઈ ફોટો લેવા માગે તો મને એની સામે પણ મુશ્કેલી નથી, પણ આજના ડિજિટલ યુગમાં દરેક વ્યક્તિ પાસે મોબાઇલ ફોન અને કૅમેરા હોવાથી પળવારમાં વિડિયો બનાવી એને વાઇરલ કરી દેવું સહેલું બની ગયું છે. મારી દીકરી સાથે આવું ઘણી વખત બન્યું છે. અમે પાર્કમાં હોઈએ કે આઇસક્રીમ ખાતાં હોઈએ અને અચાનક મને એ વિડિયો ઑનલાઇન દેખાઈ જાય. મારી સિક્યૉરિટી-ટીમ માત્ર એટલું જ નિશ્ચિત કરે છે કે કોઈ વ્યક્તિ અમારી મંજૂરી વગર રેકૉર્ડિંગ ન કરે. આ સિવાય મને સિક્યૉરિટીની કોઈ જરૂર નથી. કોઈ મને મારી નહીં નાખે.’

પ્રિયંકા ચોપડાનો લાખેણો ડ્રેસ બન્યો આકર્ષણનું કેન્દ્ર
બૉલીવુડની ગ્લોબલ આઇકન પ્રિયંકા ચોપડાએ તાજેતરમાં એક મૅગેઝિનના કવર માટે અપનાવેલા ગોલ્ડન ગ્લૅમર લુકે બધાનું ધ્યાન ખેંચ્યું છે. પ્રિયંકાએ આ કવર-શૂટ માટે ન્યુ યૉર્કના ડિઝાઇનર લેબલથી સૌને ચોંકાવી દીધા. તેમણે ન્યુ યૉર્ક આધારિત ડિઝાઇનર લેબલ ‘બ્રૉન્ક્સ ઍન્ડ બૅન્કો’નો શિયર ગોલ્ડ મેક્સી ડ્રેસ પહેર્યો હતો. અંદાજે ૧,૦૨,૬૦૦ રૂપિયાનો આ ડ્રેસ પર્લ ડિટેલિંગથી સજ્જ છે અને એની નેકલાઇન પ્રિયંકાને ગ્લૅમરસ લુક આપતી હતી.


Whatsapp-channel Whatsapp-channel

14 February, 2026 07:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK