દીકરીને કોઈ ખલેલ ન પડે એ માટે નિકે સૌને શાંત રહેવા કહ્યું હતું.
પ્રિયંકા ચોપરા , નિક જોનસ
પ્રિયંકા ચોપડા જોનસ તેના હસબન્ડ નિક જોનસ અને દીકરી માલતી મૅરી ચોપડા જોનસ સાથે અમેરિકા પાછી ફરી છે. આ ત્રણેય માર્ચમાં મુંબઈ આવ્યાં હતાં. શનિવારે મોડી રાતે મુંબઈ ઍરપોર્ટ પર જ્યારે આ ત્રણેય પહોંચ્યાં તો નિકે પાપારાઝીને અવાજ ન કરવાનો ઇશારો કર્યો હતો, કેમ કે તેની દીકરી આરામ કરી રહી હતી. દીકરીને કોઈ ખલેલ ન પડે એ માટે નિકે સૌને શાંત રહેવા કહ્યું હતું. એનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. પ્રિયંકા અને નિક કારમાંથી ઊતરે છે. પ્રિયંકાના ખભા પર માથું રાખીને તેમની દીકરી સૂતેલી દેખાય છે. નિકના હાથમાં દીકરીના સૉફ્ટ ટૉય દેખાય છે.