સંજય દત્ત અને અર્શદ વારસીનો એક વિડિયો વાઇરલ થયો છે અને એને જોઈને એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ‘મુન્નાભાઈ 3’ બનવાની છે.

‘મુન્નાભાઈ 3’ની તૈયારીઓ શરૂ?
‘મુન્નાભાઈ 3’ની તૈયારીઓ શરૂ?
સંજય દત્ત અને અર્શદ વારસીનો એક વિડિયો વાઇરલ થયો છે અને એને જોઈને એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ‘મુન્નાભાઈ 3’ બનવાની છે. જે વિડિયો વાઇરલ થયો છે એમાં સંજય દત્ત ઑરેન્જ કલરના શર્ટમાં મુન્નાભાઈ જેવો દેખાઈ રહ્યો છે અને તેના હાથમાં સ્ક્રિપ્ટ પણ છે. તો સર્કિટના લુકમાં અર્શદ વારસી દેખાઈ રહ્યો છે. બન્ને એકબીજાને મળે છે. ત્યાં જ ‘મુન્નાભાઈ MBBS’ અને ‘લગે રહો મુન્નાભાઈ’ના મેકર રાજકુમાર હીરાણી પણ હાજર છે. સંજય દત્ત અને અર્શદ વારસીને સાથે જોઈને તેમના ચહેરા પર આનંદ છલકાય છે. બૅકગ્રાઉન્ડમાં ‘મુન્નાભાઈ’નો ટાઇટલ ટ્રૅક પ્લે થઈ રહ્યો છે. એ વિડિયોમાં તેઓ કહે છે કે મુન્ના ઇઝ બૅક. લોકો પણ આ ફિલ્મના ત્રીજા પાર્ટને લઈને ખૂબ ઉત્સુક છે. આ ફિલ્મ બને એની તેઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
મેરી બૉડી પે કમેન્ટ મત કીજિએ : વિદ્યા બાલન
વિદ્યા બાલને તેને મસાજ કરનારી મહિલાને સ્પષ્ટ શબ્દોમાં તાકીદ આપી કે તેના શરીર પર કમેન્ટ ન કરવામાં આવે. મહિલાના શબ્દો તેને તીરની જેમ દિલમાં વાગ્યા હતા. સાથે જ તેની આંખમાં પણ પાણી આવી ગયાં હતાં. એ અનુભવ શૅર કરતાં વિદ્યા બાલને કહ્યું કે ‘મારો બૉડી મસાજ પૂરો થઈ ગયા બાદ એ મહિલાએ મને કહ્યું કે ‘અરે ફિર સે વેઇટ પુટ-ઑન કર લિયા ક્યા?’ સૌપ્રથમ તો આ મારું અંગત સ્થાન છે. હું મારા બૉડી મસાજ માટે એ મહિલા પર ભરોસો કરું છું. તે મારી સામે બેસીને મારા શરીરને જજ ન કરી શકે. મેં તેને કહી દીધું કે મેરી બૉડી પે કમેન્ટ મત કીજિએ, મુઝે અચ્છા નહીં લગતા.’
સાથે જ સોશ્યલ મીડિયા પરની કમેન્ટને પણ તે વધુ મહત્ત્વ નથી આપતી. એ વિશે વિદ્યા બાલને કહ્યું કે ‘સમયની સાથે હું મારી જાતને પ્રોટેક્ટ કરતાં શીખી ગઈ છું. ઉદાહરણ તરીકે હું સોશ્યલ મીડિયા પરની કમેન્ટ્સને વાંચતી નથી. મેં કમેન્ટ્સને ડિસેબલ્ડ કરી છે. લોકો જે પણ કમેન્ટ કરે છે એને હું ભાગ્યે જ વાંચું છું.’
ક્રિકેટર રાશિદ ખાન સાથે આલિયા-રણબીર
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની મુલાકાત અફઘાનિસ્તાનના ક્રિકેટર રાશિદ ખાન સાથે થઈ હતી. આલિયા અને રણબીર હાલમાં ન્યુ યૉર્ક ગયાં હતાં અને ત્યાં તેઓ આ ક્રિકેટરને મળ્યાં હતાં. એ ફોટો રાશિદે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. લોકો કમેન્ટ કરવા લાગ્યા કે શું રાશિદ બૉલીવુડમાં એન્ટ્રી કરવાનો
હશે? એ ફોટોમાં રાશિદ તરફ રણબીર ઇશારો કરી રહ્યો છે. રણબીર અને આલિયાને મળીને રાશિદે પણ ખુશી વ્યક્ત કરી હતી.