લગ્નતિથિ પર બન્નેએ સોશ્યલ મીડિયા પર પોતાના ફોટોગ્રાફ્સ શૅર કર્યા હતા
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
થોડા વખત પહેલાં જ અફવા ઊડેલી કે નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહના ડિવૉર્સ થવાના છે, પણ એ વાત ખોટી છે એની સાબિતી બન્નેએ ગઈ કાલે તેમની ચોથી મૅરેજ-ઍનિવર્સરી પર આપી હતી. લગ્નતિથિ પર બન્નેએ સોશ્યલ મીડિયા પર પોતાના ફોટોગ્રાફ્સ શૅર કર્યા હતા. નેહાએ ફોટો સાથે લખ્યું : ૪ વર્ષ... વાઉ! પતા ભી નહીં ચલા. થૅન્ક યુ રોહનપ્રીત સિંહ... મને દરરોજ એક બેબી હોવાની અનુભૂતિ કરાવવા બદલ... મને લાગે છે કે તું મને ક્યારેય મોટી થવા જ નહીં દે. રોહનપ્રીતે તસવીરો સાથે લખ્યું : આપણાં લગ્નને ૪ વર્ષ થઈ ગયાં, ટચવુડ! રબ કરે આપણે હંમેશાં એકમેક સાથે રહીએ... લવ યુ લાડો.

