Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નયી નવેલીના ટ્રેલર-લૉન્ચમાં યામી ગૌતમનું ૨૫૦ તાશા વગાડીને કરવામાં આવ્યું સ્વાગત

નયી નવેલીના ટ્રેલર-લૉન્ચમાં યામી ગૌતમનું ૨૫૦ તાશા વગાડીને કરવામાં આવ્યું સ્વાગત

Published : 01 October, 2026 09:05 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘નયી નવેલી’ એક સુપર નૅચરલ હૉરર-કૉમેડી ફિલ્મ છે, જેમાં ડર અને કૉમેડીનો સંગમ જોવા મળશે

તસવીર: શાદાબ ખાન

તસવીર: શાદાબ ખાન


યામી ગૌતમની ૧૬ ઑક્ટોબરે રિલીઝ થનારી આગામી ફિલ્મ ‘નયી નવેલી’ ફિલ્મનું ટ્રેલર ગઈ કાલે વડાલાના મિરાજ થિયેટર‌‌ ખાતે લૉન્ચ કરવામાં આવ્યું હતું. ‘આર્ટિકલ 370’ માટે નૅશનલ અવૉર્ડ જીત્યા બાદ યામી ગૌતમની આ પહેલી મોટી જાહેર ઇવેન્ટ હતી. આ ખાસ પ્રસંગે મેકર્સે યામી ગૌતમનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને તેના સ્વાગત માટે અંદાજે ૨૫૦ તાશા વગાડવામાં આવ્યા હતા.
ફિલ્મમાં યામી ગૌતમ સાથે આદિનાથ કોઠારે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું દિગ્દર્શન બાલાજી મોહને કર્યું છે, જ્યારે આનંદ એલ. રાય અને હિમાંશુ શર્મા એના નિર્માતા છે. ટ્રેલરમાં હૉરર અને કૉમેડીનું મિશ્રણ જોવા મળ્યું છે, જેના કારણે ફિલ્મની વાર્તાને લઈને દર્શકોમાં ઉત્સુકતા વધી છે.

શું છે નયી નવેલીની વાર્તા?



‘નયી નવેલી’ એક સુપર નૅચરલ હૉરર-કૉમેડી ફિલ્મ છે, જેમાં ડર અને કૉમેડીનો સંગમ જોવા મળશે. ફિલ્મની વાર્તા મેરઠના એક સંયુક્ત પરિવારની આસપાસ ફરે છે. યામી ગૌતમ ફિલ્મમાં મોહિની નામની સુંદર અને સંસ્કારી નવી વહુની ભૂમિકામાં જોવા મળશે. મોહિનીના ઘરમાં આવ્યા બાદ પરિવારના જીવનમાં બધું સારું થવા લાગે છે. જોકે તેના દિયરને શંકા જાય છે કે આ નવી ભાભી ખરેખર સામાન્ય યુવતી નથી પણ એક ‘ડાકણ’ છે. આ પછી ઘરમાં વિચિત્ર પરિસ્થિતિનું નિર્માણ થાય છે.


Whatsapp-channel Whatsapp-channel

01 October, 2026 09:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK