શોરાની ઍક્ટિંગનો વિડિયો બધાને બહુ પસંદ પડ્યો છે અને વાઇરલ થઈ ગયો છે
નવાઝુદ્દીન સિદ્દીકી દીકરી શોરા સાથે
નવાઝુદ્દીન સિદ્દીકીએ હાલમાં સોશ્યલ મીડિયા પર દીકરી શોરાનો એક વિડિયો શૅર કર્યો છે જેમાં તે ઍક્ટિંગ કરી રહી છે. શોરા ૧૫ વર્ષની છે અને હાલમાં તે અભિનયની તાલીમ લઈ રહી છે. આ વિડિયોમાં શોરા બીજા ઍક્ટર્સ સાથે અંગ્રેજી ભાષામાં એક દૃશ્ય ભજવી રહી છે. આ વિડિયોમાં તેની ડાયલૉગ-ડિલિવરી અને એક્સપ્રેશન જોઈને લોકો તેનાથી પ્રભાવિત થયા છે અને આ વિડિયો વાઇરલ થઈ ગયો છે.

