ભારતીય જનતા પાર્ટીને કેન્દ્રમાં આવ્યાનાં ૯ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે નવાઝુદ્દીન સિદ્દીકી અને રિષબ શેટ્ટીને આમંત્રિત કરવામાં આવ્યા હતા

ફાઇલ તસવીર
ભારતીય જનતા પાર્ટીને કેન્દ્રમાં આવ્યાનાં ૯ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે નવાઝુદ્દીન સિદ્દીકી અને રિષબ શેટ્ટીને આમંત્રિત કરવામાં આવ્યા હતા. દિલ્હીમાં એના માટે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એ દરમ્યાન બન્નેએ સરકારને વિનંતી કરી છે કે ફિલ્મની ટિકિટના ભાવ ઘટાડવામાં આવે. એ વિશે નવાઝુદ્દીન સિદ્દીકીએ કહ્યું કે ‘ફિલ્મોને દરેક રાજ્યમાં આર્થિક દૃષ્ટિએ સપોર્ટ આપવામાં આવે છે, જે સારી વાત છે. ફિલ્મોને અનેક રાજ્યોમાં સબસિડી આપવામાં આવે છે. મલ્ટિપ્લેક્સમાં ટિકિટના દર ખૂબ હોય છે. એના પર ધ્યાન આપવામાં આવે. એને કારણે થિયેટરમાં ફિલ્મો જોવા આવતા લોકોની સંખ્યા પર અસર પડશે.’