આ ફિલ્મ દેશ અને દુનિયા પર કોરોનાએ જે કાળો કેર વર્તાવ્યો હતો અને ભારતે વૅક્સિન શોધવામાં જે સફળતા મેળવી છે એના પર આધારિત છે
નાના પાટેકર
વિવેક અગ્નિહોત્રીની ‘ધ વૅક્સિન વૉર’માં નાના પાટેકર લીડ રોલમાં દેખાશે. આ ફિલ્મ દેશ અને દુનિયા પર કોરોનાએ જે કાળો કેર વર્તાવ્યો હતો અને ભારતે વૅક્સિન શોધવામાં જે સફળતા મેળવી છે એના પર આધારિત છે. આ ફિલ્મમાં પોતાના રોલ માટે નાના પાટેકરે ખૂબ મહેનત કરી છે. થોડા સમય પહેલાં જ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં તેમની સાથે વિવેક અગ્નિહોત્રીની વાઇફ પલ્લવી જોશી પણ દેખાશે. આ ફિલ્મ આ વર્ષે સ્વતંત્રતા દિન દરમ્યાન રિલીઝ થશે.


