તે નેટફ્લિક્સ, સ્પૉટીફાય પર મૉડર્ન લવ પૉડકાસ્ટ સાંભળીને સમય પસાર કરી રહ્યો છે
નકુલ મેહતા થયો કોવિડ પૉઝિટિવ
નકુલ મેહતા કોરોના પૉઝિટિવ થયો છે. આ દરમ્યાન તે કેવી રીતે સમય પસાર કરે છે એ વિશે તેણે જણાવ્યું છે. નકુલ હાલમાં ‘બડે અચ્છે લગતે હૈં 2’માં લીડ રોલમાં જોવા મળી રહ્યો છે. કોવિડ થવાની માહિતી સોશ્યલ મીડિયામાં આપતાં તેણે દવા, ભોજન અને વિલ સ્મિથનો ફોટો શૅર કર્યો છે. તે ક્વૉરન્ટીનમાં વેબ-સિરીઝ જુએ છે અને મ્યુઝિક સાંભળે છે. લોકોને એ વિશે જાણ થતાં જ સૌકોઈ તેના સારા સ્વાસ્થ્યની કામના કરી રહ્યા છે. કેટલાક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને નકુલે કૅપ્શન આપી હતી, ‘દિમાગમાં આજે જ્યારે વધુ ધૂંધળા વિચારો નથી. ઝડપથી હેલ્થ અપડેટ આપું છું, કોઈએ પૂછ્યું નથી. વિલ સ્મિથનો, દવાઓનો, નેટફ્લિક્સ, સ્પૉટીફાય પર મૉડર્ન લવ પૉડકાસ્ટનો આભારી છું. અલી સેઠીનો ઉદાસ અવાજ, કેટલીક ક્રિસમસ લાઇટ્સ, મારી ડાયરી અને મારી વાઇફના હાથના ગરમાગરમ ભોજનથી મને કંપની મળી રહી છે. આ બધા સાથે હું કોવિડનો સામનો કરવામાં લાગ્યો છું. આપણે એમાંથી બહાર આવીશું.’
