Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સાઉથની ફિલ્મ કરવી ઍસિડ ટેસ્ટ છે એવું લોકો મને કહેતા : મૃણાલ ઠાકુર

સાઉથની ફિલ્મ કરવી ઍસિડ ટેસ્ટ છે એવું લોકો મને કહેતા : મૃણાલ ઠાકુર

10 February, 2024 10:17 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટેલિવિઝન સિરિયલમાં કામ કર્યા બાદ તેણે મરાઠી ફિલ્મમાં પણ કામ કર્યું હતું

મૃણાલ ઠાકુર

મૃણાલ ઠાકુર


મૃણાલ ઠાકુરે જણાવ્યું કે જ્યારે તેણે સાઉથની ફિલ્મ કરવાનું નક્કી કર્યું તો લોકો કહેતા હતા કે આ તેના માટે ઍસિડ ટેસ્ટ જેવું છે. ટેલિવિઝન સિરિયલમાં કામ કર્યા બાદ તેણે મરાઠી ફિલ્મમાં પણ કામ કર્યું હતું. બાદમાં તેણે ‘સુપર 30’, ‘બાટલા હાઉસ’, ‘ધમાકા, ‘જર્સી’ અને ‘સેલ્ફી’ સહિત અનેક હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. બાદમાં તેણે ૨૦૨૨માં આવેલી સાઉથની ‘સીતા રામમ’ અને ‘હાય નન્ના’માં કામ કર્યું છે. સાઉથની ફિલ્મોમાં કામ કરવાનો તેણે જ્યારે ફેiસલો લીધો તો લોકો શું કહેતા હતા એ વિશે મૃણાલ ઠાકુરે કહ્યું કે ‘કરીઅરના આ પડાવ પર સાઉથની ફિલ્મમાં કામ શું કામ કરે છે? એક લેખમાં તો લખવામાં આવ્યું હતું કે આ મૃણાલ માટે ઍસિડ ટેસ્ટ રહેવાની છે. જોકે મેં એક વર્ષમાં પાંચ ફિલ્મો કરવાનું નક્કી નથી કર્યું. જો સ્ટોરી સારી હશે તો હું અચૂક એમાં કામ કરીશ. હું ખરેખર મારા મનનું સાંભળું છું અને હું નીડર છું.’


Whatsapp-channel Whatsapp-channel

10 February, 2024 10:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK