Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



મુસીબતમાં ‘પઠાન’

15 December, 2022 04:22 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલ્મમાં દીપિકાના કૉસ્ચ્યુમને લઈને રોષે ભરાયા મધ્ય પ્રદેશના ગૃહપ્રધાન : તેમણે ફિલ્મનું સ્ક્રીનિંગ અટકાવવાની ધમકી આપી

દીપિકા પાદુકોણ અને શાહરુખ ખાન

દીપિકા પાદુકોણ અને શાહરુખ ખાન


‘પઠાન’માં દીપિકા પાદુકોણે પહેરેલા કૉસ્ચ્યુમને લઈને મધ્ય પ્રદેશના ગૃહપ્રધાન નરોત્તમ મિશ્રાનો આક્રોશ ફૂટી નીકળ્યો છે. ફિલ્મનું ગીત ‘બેશરમ રંગ’ હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. ‘પઠાન’માં શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ અને જૉન એબ્રાહમ લીડ રોલમાં છે. આ ફિલ્મ આવતા વર્ષે પચીસ જાન્યુઆરીએ હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થવાની છે. ફિલ્મને સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ અને યશરાજ ફિલ્મ્સે પ્રોડ્યુસ કરી છે. દીપિકાના કૉસ્ચ્યુમને લઈને નરોત્તમ મિશ્રાએ કહ્યું કે ‘દીપિકા પાદુકોણે પહેરેલો કૉસ્ચ્યુમ વાંધાજનક છે અને ગીત પણ ખરાબ માઇન્ડસેટ સાથે શૂટ કરવામાં આવ્યું છે. ગીતના સીન્સ અને કૉસ્ચ્યુમ્સને બદલવા જોઈએ. નહીં તો મધ્ય પ્રદેશમાં ફિલ્મના સ્ક્રીનિંગને લઈને અમારે કઠોર નિર્ણય લેવો પડશે.’

તો સાથે જ સંસ્કૃતિ બચાઓ મંચને પણ પહેરવેશને લઈને વાંધો છે. સંસ્કૃતિ બચાઓ મંચના સદસ્ય ચન્દ્રશેખર તિવારીએ કહ્યું કે ‘અમારા કેસરિયા કપડાનું આ અપમાન છે, જેને સંસ્કૃતિ બચાઓ મંચ સાંખી નહીં લે. શાહરુખ ખાન, હિન્દુઓ જ્યારે તારી ફિલ્મોનો બૉયકૉટ કરે છે તો તને વૈષ્ણોદેવીની યાદ આવે છે. તારે તમામ હિન્દુઓની માફી માગવી પડશે અને ફિલ્મમાંથી ગીતને હટાવવું પડશે, કારણ કે ભારતના લોકોએ તને સુપરસ્ટાર બનાવ્યો છે. શાહરુખ ખાન, આવી પ્રવૃત્તિ કરીને તું શું કામ તારી છબીને નુકસાન પહોંચાડે છે? તારે સનાતન ધર્મમાં વિશ્વાસ રાખનારા લોકોની માફી માગવી જોઈએ.’



‘બેશરમ રંગ’માં દીપિકા પાદુકોણને હટકે દેખાડવાની ઇચ્છા હતી કોરિયોગ્રાફર વૈભવી મર્ચન્ટની


કોરિયોગ્રાફર વૈભવી મર્ચન્ટે ‘પઠાન’ના ‘બેશરમ રંગ’ માટે દીપિકા પાદુકોણને કોરિયોગ્રાફ કરી છે. એને જોતાં વૈભવીએ જણાવ્યું હતું કે તેની ઇચ્છા હતી કે દીપિકાને તે હટકે લુકમાં દેખાડે. એ ગીતમાં દીપિકાનો હૉટ લુક દેખાય છે. આ ​ગીતમાં તેની સાથે શાહરુખ ખાન પણ છે. દીપિકા વિશે વૈભવી મર્ચન્ટે કહ્યું કે ‘મારી ઇચ્છા હતી કે દીપિકાને એવી રીતે દેખાડવામાં આવે કે લોકોએ કદી પણ તેને એ રીતે ન જોઈ હોય. દીપિકાએ એ લુક માટે સખત મહેનત કરી છે. તેની સાથે ડાયટિશ્યન, ફિઝિશ્યલ ટ્રેઇનર અને કૉસ્ચ્યુમ ડિઝાઇનરની ટીમ હતી. જે પ્રકારે તે કૉસ્ચ્યુમને અપ્રોચ કરતી હતી એને પહેરીને તો તે ખૂબ કૂલ દેખાતી હતી. એને પહેરવામાં પણ તે કૂલ હતી.’


Whatsapp-channel Whatsapp-channel

15 December, 2022 04:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK