મૌની રૉયે તેની આગામી વેબ-સિરીઝ ‘સુલતાન ઑફ દિલ્હી’માં પોતાના પાત્ર માટે ૨૦૦ આઉટફિટ અને હેરસ્ટાઇલ પર એક્સપરિમેન્ટ કર્યા હતા.
પોતાના પાત્ર માટે ૨૦૦ આઉટફિટ અને હેરસ્ટાઇલ પર એક્સપરિમેન્ટ કર્યો મૌની રૉયે
મૌની રૉયે તેની આગામી વેબ-સિરીઝ ‘સુલતાન ઑફ દિલ્હી’માં પોતાના પાત્ર માટે ૨૦૦ આઉટફિટ અને હેરસ્ટાઇલ પર એક્સપરિમેન્ટ કર્યા હતા. આ સિરીઝ ડિઝની+હૉટસ્ટાર પર ૧૩ ઑક્ટોબરે રિલીઝ થવાની છે. એ સિરીઝમાં મૌની સાથે વિનય પાઠક, નિશાંત દહિયા, તાહિર રાજ ભસીન, અંજુમ શર્મા, અનુપ્રિયા ગોએન્કા અને હરલીન સેઠી પણ લીડ રોલમાં દેખાશે. પોતાના રોલ માટે કરેલા એક્સપરિમેન્ટ વિશે મૌની રૉયે કહ્યું કે ‘એવી કઈ યુવતી હોય જેને અલગ-અલગ ડ્રેસ પહેરવાની અને હટકે દેખાવાની ઇચ્છા ન હોય. ‘સુલતાન ઑફ દિલ્હી’એ મને દરેક એપિસોડમાં મારી પોતાની સ્ટાઇલ અપનાવવાની તક આપી છે. પર્ફેક્ટ લુક મેળવવા માટેની આ જે પ્રોસેસ હતી એ ખૂબ કઠિન હતી. મેં લગભગ ૨૦૦ આઉટફિટ અને ઘણી બધી હેરસ્ટાઇલ પર એક્સપરિમેન્ટ કર્યા હતા. ૧૦ ટેસ્ટ લુક બાદ ફાઇનલી અમને જે જોઈતું હતું એ મળી ગયું. પહેલી વખત એવું બન્યું છે જ્યારે મેં ૬૦ના દાયકાનો લુક અપનાવ્યો છે. મારી આ સાઇડ દર્શકોને દેખાડવા માટે હું ઉત્સુક છું.’

