નવોદિત ઍક્ટર સાથે મૉડલ શ્રુતિ ચૌહાણનું નામ જોડાઈ રહ્યું છે
મૉડલ અને એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય એવી શ્રુતિ ચૌહાણ
મોહિત સૂરિ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ‘સૈયારા’ બૉક્સ-ઑફિસ પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મમાં અહાન પાંડે અને અનીત પડ્ડા લીડ રોલમાં છે. ‘સૈયારા’ને સારું ઓપનિંગ મળ્યું છે પણ એની સાથે હવે અહાન પાંડેની લવલાઇફ ચર્ચામાં આવી ગઈ છે. હાલમાં મૉડલ અને એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય એવી શ્રુતિ ચૌહાણે ‘સૈયારા’નાં વખાણ કરતી એક પોસ્ટ કરી એના પછી અહાન અને શ્રુતિ વચ્ચે અફેરની ચર્ચા થઈ રહી છે. શ્રુતિએ આ પોસ્ટમાં અહાનને આઇ લવ યુ લખ્યું છે જે વાઇરલ થઈ રહ્યું છે.
શ્રુતિ ચૌહાણે ‘સૈયારા’ વિશે વાત કરતાં લખ્યું છે કે ‘સિનેમામાં એક વાર ફરીથી મોહિત સૂરિનો જાદુ ચમકી રહ્યો છે અને હું એમાંથી નીકળી શકતી નથી. અનીત પડ્ડા, તું ખૂબ જ શાનદાર લાગે છે. શાનૂ શર્મા, તમારી મહેનત અને વિશ્વાસ તેમ જ ટીમને અભિનંદન.’
ADVERTISEMENT
શ્રુતિએ પછી અહાન માટે લખ્યું છે કે ‘આ એ છોકરા માટે છે જેણે જીવનભર આ સપનું જોયું, એ છોકરો જેણે પોતાના પર ત્યારે વિશ્વાસ રાખ્યો જ્યારે કોઈને તેના પર વિશ્વાસ નહોતો, એ છોકરો જેણે આ સફળતા માટે પોતાનું સર્વસ્વ આપી દીધું. એ જે આ બધું ડિઝર્વ કરે છે. અહાન પાંડે, આઇ લવ યુ. મને તારા પર ગર્વ છે. હું રડી રહી છું, હું બૂમો પાડી રહી છું અને હું તારી વધુ સફળતા માટે પ્રાર્થના કરી રહી છું. દુનિયાએ તને જાણવાનું શરૂ કરી દીધું છે. હંમેશાં માટે પ્રેમ.’
જોકે અહાન અને શ્રુતિ દ્વારા આ વિશે હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.


