Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મસાબા ગુપ્તાને ઘરે મા દુર્ગાનું આગમન, અષ્ટમીએ કપલે આપ્યો દીકરીને જન્મ

મસાબા ગુપ્તાને ઘરે મા દુર્ગાનું આગમન, અષ્ટમીએ કપલે આપ્યો દીકરીને જન્મ

Published : 13 October, 2024 10:30 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Masaba Gupta - Satyadeep Misra welcomes Baby Girl: દશેરાના શુભ અવસરે દીકરી જન્મ્યાની ખુશખબરી આપી મસાબા ગુપ્તા અને સત્યદીપ મિશ્રાએ

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા


અભિનેત્રી નીના ગુપ્તા (Neena Gupta)ની પુત્રી અને ફેશન ડિઝાઇનર મસાબા ગુપ્તા (Masaba Gupta)ના આંગણે ખુશીનો સાગર છલકાયો છે. મસાબા માતા બની છે. મસાબાએ પતિ સત્યદીપ મિશ્રા (Satyadeep Misra) સાથે સોશ્યલ મીડિયા પર આની જાહેરાત કરી હતી. દુર્ગા અષ્ટમી (Durga Ashtami)ના દિવસે મસાબા ગુપ્તા અને સત્યદીપ મિશ્રાએ દીકરીને જન્મ (Masaba Gupta - Satyadeep Misra welcomes Baby Girl) આપ્યો છે. આ ગુડ ન્યુઝ તેમણે દશેરા (Dussehra 2024)ના દિવસે ચાહકો સાથે શૅર કર્યા છે.


બોલિવૂડની જાણીતી અભિનેત્રી નીના ગુપ્તાની પુત્રી મસાબા ગુપ્તા તેની પ્રોફેશનલ લાઈફ સિવાય તેની અંગત જિંદગીને કારણે પણ ચર્ચામાં રહે છે. હવે નીના ગુપ્તાની પુત્રી મસાબાને એક પુત્રીનો જન્મ થયો છે. મસાબા ગુપ્તા અને તેમના પતિ સત્યદીપ મિશ્રાએ પુત્રીના જન્મના સારા સમાચાર શૅર કર્યા છે.



દશેરાના દિવસે, મસાબા ગુપ્તા અને સત્યદીપ મિશ્રાએ સોશ્યલ મીડિયા (Social Media) સાઇટ ઇન્સ્ટાગ્રામ (Instagram) પર એક પોસ્ટ કરી હતી. જેમાં તેઓએ તેમની દીકરીના જન્મ વિશેની માહિતી શૅર કરી. મસાબા દ્વારા શૅર કરવામાં આવેલી પોસ્ટમાં લખ્યું છે, "અમારી ખૂબ જ ખાસ નાની છોકરી ખૂબ જ ખાસ દિવસે, 11.10.2024 પર આવી." આ સાથે તેમણે દીકરીના પગની ઝલક પણ બતાવી છે.


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Masaba ? (@masabagupta)


આ પોસ્ટ પછી ફેન્સે પણ મસાબા ગુપ્તાને ઘણી બધી શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા હતા. આટલું જ નહીં, ઘણા બોલિવૂડ સેલેબ્સ પણ મસાબાને શુભેચ્છા પાઠવી છે. મસાબા ગુપ્તાની પોસ્ટ પર કમેન્ટ્સ કરતા અભિનેત્રી બિપાશા બાસુ (Bipasha Basu)એ લખ્યું- અભિનંદન. સ્મૃતિ ઈરાની (Smriti Irani), જેકલીન ફર્નાન્ડિસ (Jacqueline Fernandez), સમીરા રેડ્ડી (Sameera Reddy), હુમા કુરેશી (Huma Qureshi), વાણી કપૂર (Vaani Kapoor), સોનાલી બેન્દ્રે (Sonali Bendre), મંદિરા બેદી (Mandira Bedi), દિયા મિર્ઝા (Dia Mirza), શિલ્પા શેટ્ટી (Shilpa Shetty), અનુષ્કા શર્મા (Anushka Sharma) સહિત અનેક સ્ટાર્સે મસાબાને અભિનંદન પાઠવ્યા છે.

મસાબા ગુપ્તા અને સત્યદીપ મિશ્રાની વાત કરીએ તો તેમના લગ્ન જાન્યુઆરી ૨૦૨૩માં થયા હતા. તેઓએ કોર્ટ મેરેજ કર્યા હતા. મસાબાના માતા-પિતા નીના ગુપ્તા અને વિવ રિચર્ડ્સ (Viv Richards) પણ આ લગ્નનો ભાગ હતા. મસાબાના લગ્ન ચર્ચામાં હતા. આ પછી મસાબાએ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. નોંધનીય છે કે, સત્યદીપ મિશ્રા સાથે મસાબા ગુપ્તાના આ બીજા લગ્ન છે. આ પહેલા તેણે નિર્માતા મધુ મન્ટેના (Madhu Mantena) સાથે લગ્ન કર્યા હતા. સત્યદીપના પણ આ બીજા લગ્ન છે. તેના પ્રથમ લગ્ન અદિતિ રાવ હૈદરી (Aditi Rao Hydari) સાથે થયા હતા. બંનેના પ્રથમ લગ્ન ટક્યા ન હતા. હવે મસાબા ગુપ્તા અને સત્યદીપ મિશ્રા હૅપી કપલ છે અને આ કપલના જીવનમાં નન્હીં પરીનો જન્મ થયો છે.

Whatsapp-channel Whatsapp-channel

13 October, 2024 10:30 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK