મનીષાએ ઇન્ટરવ્યુમાં આવાં વખાણ કરતાં સામે જવાબ મળ્યો, થૅન્ક યુ મૅમ
મનીષા કોઇરાલા, કંગના રનૌત
મનીષા કોઇરાલાએ હાલમાં એક ઇન્ટરવ્યુમાં કંગના રનૌતને ‘અદ્ભુત અભિનેત્રી’ ગણાવી હતી જેનો પ્રતિભાવ આપીને કંગનાએ પોતાના સોશ્યલ મીડિયામાં એક વિડિયો શૅર કરીને મનીષાનો ‘થૅન્ક યુ મૅમ’ કહીને આભાર માન્યો છે. મનીષાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે નવા કલાકારો પણ શાનદાર છે અને જ્યારે તેઓ અભિનય કરે છે ત્યારે તે તેમના અભિનય પર ફિદા થઈ જાય છે. તેણે રાજકુમાર રાવ અને આલિયા ભટ્ટની પ્રશંસા કરી, જ્યારે કંગનાને તો અદ્ભુત ગણાવી. આ પહેલાં પણ ૨૦૨૧ના એક ઇન્ટરવ્યુમાં મનીષાએ ‘ક્વીન’ ફિલ્મમાં કંગનાના અભિનયને ‘શાનદાર’ ગણાવ્યો હતો.
મનીષાએ કંગનાને શાનદાર ઍૅક્ટ્રેસ ગણાવી અને આલિયાને પણ મહેનતુ અને સમર્પિત ગણાવી. મનીષાએ આ સિવાય આમિર ખાનના પુત્ર જુનૈદની ફિલ્મ ‘મહારાજ’માં તેના અભિનયની પણ પ્રશંસા કરી.


